હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાની મુશ્કેલી વધી, આવક કરતા વધુ સંપત્તિના કેસમાં દોષી
નવી દિલ્હીઃ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. આવક કરતા વધારેની સંપત્તિમાં કોર્ટે તેમને કસુરવાર ઠરાવ્યાં હતા. કોર્ટ આગામી 26મી મેના રોજ મુલત્વી રાખવામાં આવી છે. 26મી મેના રોજ અદાલત સજાનો આદેશ કરે તેવી શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈએ 26મી માર્ચ 2010માં પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલની સામે કોર્ટમાં આવક કરતા વધુની સંપત્તિના કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ચોટાલાની વર્ષ 1993થી 2006ના સમયગાળામાં કથિત રૂપે કાયદેસર કરતા વધારે આવક એકત્ર કરાયાનો આક્ષેપ કરાયો હતો. તેમજ પોતાની આવક કરતા વધારે 6.09 કરોડની એકત્ર કરી હતી. આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમજ કોર્ટમાં તપાસ અધિકારીએ ચાર્જશીટ ફાઈલ કરી હતી.
આ કેસ દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. સરકારી વકીલે દસ્તાવેજી પુરાવા રજૂને આકરી સજાની માંગણી કરી હતી. જ્યારે બચાવપક્ષ દ્વારા કેસ ખોટો હોવાની રજૂઆત કરાઈ હતી. તાજેતરમાં જ આ કેસની સુનાવણી પૂર્ણ થઈ હતી. દરમિયાન આજે અદાલતે પૂર્વ સીએમને કસુરવાર ઠરાવ્યાં હતા. હવે તા. 26મી મેના રોજ વધુ સનાવણી હાથ ધરાશે.