જયનારાણ વ્યાસે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પણ લખીને જણાવ્યું હતું કે, કેટલાક વ્યક્તિગત કારણોસર પાર્ટીના સક્રિય સભ્ય પદેથી તથા પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું. 1990થી આજદિન સુધી ભાજપના કાર્યકર તરીકે અનેક મિત્રોનો સહકાર મળ્યો છે. 3 દાયકા કરતા વધારે સમય ભાજપમાં કામ કરતા ગુજરાત હિતમાં અને પાર્ટીના આદેશો અનુસાર સતત કાર્યરત રહ્યો છું, આજે એ જ સદભાવના અને શુભેચ્છા સાથે પાર્ટીમાંથી વિદાય લઈ રહ્યો છું.
ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસ તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોતને મળ્યાં હતા. ત્યારથી જ એવી અટકળો વહેતી થઈ હતી કે, જયનારાયણ વ્યાસ આગામી દિવસોમાં કોંગ્રેસમાં જોડાય તેવી શકયતા છે. અંતે તેમણે ભાજપના સભ્ય પદેથી રાજીનામું આપતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.