મહિલા તબીબ હત્યા કેસમાં હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલની સતત 14મા દિવસે પૂછપરછ
- સીબીઆઈ દ્વારા સતત તેમની આગવી ઢબે પૂછપરછ
- પૂર્વ પ્રિન્સિપાલ ડો.સંદીપ ઘોષને અગાઉ કરાયાં હતા સસ્પેન્ડ
નવી દિલ્હીઃ મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને અને હત્યાના કેસમાં CBIએ કોલકાતાની આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની 13 દિવસમાં 100 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી છે. 14માં દિવસે ફરી વખત સંદીપ ઘોષ CGO કોમ્પ્લેક્સમાં આવેલી CBI ઓફિસમાં પૂછપરછ માટે પહોંચ્યા હતા. બીજી તરફ IMAએ ડૉ. સંદીપ ઘોષને સસ્પેન્ડ કરી દીધા છે. 14 દિવસમાં સંદીપ ઘોષને 13 વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં તેમને લગભગ 103 કલાક સુધી CBIના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.
મહિલા ડૉક્ટરની હત્યા અને દુષ્કર્મના આ જઘન્ય કેસમાં CBIને આરજી કાર હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિઓની તપાસની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ બન્ને કેસમાં સંદીપ ઘોષને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. તપાસ એજન્સી આ કેસ સાથે જોડાયેલા દરેક પાસાઓની ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. CBIની સતત તપાસ વચ્ચે આ કેસમાં ટૂંક સમયમાં કોઈ મહત્વપૂર્ણ ખુલાસો થઈ શકે છે. તપાસ એજન્સી આ કેસ સાથે જોડાયેલા દરેક પાસાઓની બારીકાઈથી તપાસ કરી રહી છે, જેથી સત્ય બહાર લાવી શકાય.