1. Home
  2. ગુજરાતી
  3. ICICI ના પૂર્વ CEO ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરની ધરપકડ,લોન કેસમાં CBIની મોટી કાર્યવાહી
ICICI ના પૂર્વ CEO ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરની ધરપકડ,લોન કેસમાં CBIની મોટી કાર્યવાહી

ICICI ના પૂર્વ CEO ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરની ધરપકડ,લોન કેસમાં CBIની મોટી કાર્યવાહી

0
Social Share

દિલ્હી:CBIએ વીડિયોકોનને લોન મામલામાં મોટી કાર્યવાહી કરી છે.તપાસ એજન્સીએ શુક્રવારે સાંજે ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી.આરોપ છે કે,જ્યારે ચંદા કોચર ICICI બેંકના વડા હતા ત્યારે તેમણે વીડિયોકોન ગ્રુપને લોન આપી હતી.તેના બદલામાં ચંદાના પતિ દીપક કોચરની કંપનીનુ રિન્યુએબલને વીડિયોકોન પાસેથી રોકાણ મળ્યું.

જાણકારી અનુસાર, 2012માં વીડિયોકોન ગ્રુપને ICICI બેંક દ્વારા લોન આપવામાં આવી હતી.જે પાછળથી NPA બની ગયું અને પછીથી તેને “બેંક ફ્રોડ” કહેવામાં આવ્યું. સપ્ટેમ્બર 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દીપક કોચરની ધરપકડ કરી હતી.હકીકતમાં, 2012 માં, ચંદા કોચરની આગેવાની હેઠળની ICICI બેંકે વિડિયોકોન જૂથને 3,250 કરોડની લોન આપી હતી અને છ મહિના પછી વેણુગોપાલ ધૂતની માલિકીની મેસર્સ સુપ્રીમ એનર્જીએ મેસર્સ ન્યુપાવર રિન્યુએબલ્સને 64 કરોડની લોન આપી હતી.જેમાં દીપક કોચરનો 50% હિસ્સો છે.

ICICI બેંક અને વીડિયોકોનના શેરહોલ્ડર અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન, રિઝર્વ બેંક અને સેબીને પત્ર લખીને વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂત અને ICICI CEO અને MD ચંદા કોચર પર એકબીજાની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો.તેમાં દાવો કરવામાં આવ્યો છે કે,ધૂતની કંપની વિડિયોકોનને ICICI બેંક તરફથી 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી અને તેના બદલામાં ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચર દ્વારા સંચાલિત વૈકલ્પિક ઉર્જા કંપની નુપાવરમાં રોકાણ કર્યું હતું.

આરોપ છે કે આ રીતે ચંદા કોચરે વેણુગોપાલ ધૂતને તેમના પતિની કંપની માટે ફાયદો કરાવ્યો હતો.વર્ષ 2018માં આ ખુલાસા બાદ ચંદા કોચરે બેંકમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. સીબીઆઈએ અગાઉ ફેબ્રુઆરી 2018માં આ મામલે પ્રાથમિક તપાસ (PE) નોંધી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code