વેસ્ટઈન્ડિઝ સાથેની ત્રીજી ટી-20માં ટીમ ઈન્ડિયા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને આરામ અપાયો
નવી દિલ્હીઃ કોલકત્તામાં રમાઈ રહેલી ભારત-વેસ્ટઈન્ડિઝ ટી-20 સીરિઝના અંતિમ મેચ પહેલા વિરાટ કોહલીને બ્રેક આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી રવિવારે રમાનારી ત્રીજી ટી-20 પહેલા બાયો બબલમાં આરામ બ્રેક આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી ઘરે જવા રવાના થયો છે. વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામે અમદાવાદમાં 3 વન-ડે અને કોલકત્તામાં 2 ટી-20 રમી છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 સીરિઝ બાદ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે 3 ટી-20 અને 2 ટેસ્ટ મેચની સીરિઝ રમશે. વિરાટ કોહલીને શ્રીલંકા સામે ટેસ્ટ સીરિઝને ધ્યાનમાં રાખીને બ્રેક આપવામાં આવ્યો છે. શ્રીલંકા સામે સીરિઝની શરૂઆત 24મી ફેબ્રુઆરીએ લખનૌમાં પહેલી ટી-20 રમાશે. પહેલી ટી-20 લખનૌ અને અંતિમ બે ટી-20 મેચ ધર્મશાળામાં રમાશે. ટી-20 સીરિઝ બાદ શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચ રમાશે. પ્રથમ ટેસ્ટ 4 માર્ચના રોજ મોહાલીમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ તા. 12માર્ચના રોજ બેંગ્લોરમાં રમાશે. મોહાલીમાં રમાનાર પ્રથમ ટેસ્ટ પહેલા વિરાટ કોહલીને બ્રેક અપાશે. મોહાલીમાં વિરાટ કોહલી પોતાની 100મી ટેસ્ટ રમશે. બેંગ્લોરમાં રમાનારી બીજી ટેસ્ટ મેચમાં ભારતમાં રમાનારી ત્રીજી ડે-નાઈઝ ટેસ્ટ રમાશે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની સાથે વિકેટકીપર બેસ્ટમેન્ટ ઋષભ પંથને બાયો બબલમાં આરામ માટે ત્રીજી ટી-20માં બ્રેક આપવામાં આવ્યો છે. બંને બેસ્ટમેનોએ બીજી ટી-20માં સારી બેટીંગ કરી હતી. વિરાટ કોહલીએ ગઈકાલે રમાયેલી બીજી ટી-20માં 52 રન બનાવ્યાં હતા. જો કે, પ્રથમ 3 વન-ડે અને પ્રથમ ટી-20માં વિરાટ કોહલી ભારે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.