દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેસ્ટમેન આકાશ ચોપડાએ રોહિત શર્માની કેપ્ટનશીપના વખાણ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, શર્મા બિલકુલ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની જેમ જ કેપ્ટનશીપ કરે છે. રોહિત શર્માના દિમાગમાં દરેક પ્રકારની યોજનાઓ ચાલતી હોય છે. તેમજ તે દરેક સંભાવના ઉપર વિચાર કરતા રહે છે. જે એક સારા કેપ્ટનના ગુણ છે.
એક ચેલન સાથે વાતચીત કરતા આકાશ ચોપડાએ જણાવ્યું હતું કે, જો આપ ધોનીને જોશો તો તેના ચહેરા ઉપર અંદાજ નહીં લગાવી શકો કે તેના દિમાગમાં શું ચાલી રહ્યું છે. ધોનીના દિમાગમાં એક કેલક્યુલેટર ચાલતુ રહે છે. ક્યાં બોલરની કેટલી ઓવર બાકી છે અને તેને હવે ક્યારે બોલીંગ આપવી. આમ ધોની પૂરી રીતે રમતને કન્ટ્રોલમાં રાખે છે. ધોની જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટશીપ કરતા હતા ત્યારે આઈપીએલની એક ટીમમાં પણ કેપ્ટનશીપ કરતા હતા. તેમને જોઈને એવુ લાગે છે કે, તેઓ રમતને પોતાના કન્ટ્રોલમાં રાખવામાં કુશળ છે.
તેમણે વધારે કહ્યું હતું કે, રોહિત શર્મા પણ આવી જ કેપ્ટનશીપ કરે છે અને તેઓ પોતાની ટીમના ખેલાડીઓને પોતાની રીતે નિર્ણય કરવા દે છે. તે ખેલાડી ઉપર છોડી દે છે તે શું કરવું છે. પોતાની સલાહ જરૂરત પડે ત્યારે જ આપે છે. ધોની પણ કંઈક આવી જ કેપ્ટનશીપ કરતા હતા. રોહિત શર્મા પોતાના ખેલાડીઓની તાકાત જાણે છે અને તે એ પણ જાણે છે કે, તેમની પાસેથી બેસ્ટ કેવી રીતે કરાવવું.
(PHOTO-FILE)