Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જગમોહન મલ્હોત્રાનું દિલ્લીમાં નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુ:ખ

Social Share

દિલ્લી: જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જગમોહન મલ્હોત્રાનું 94 વર્ષની વયે દિલ્લીમાં નિધન થયુ છે. પદ્મ વિભુષણથી સન્માનીત જગમોહન મલ્હોત્રા કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે. તેઓએ રાજ્યપાલ તરીકેની જવાબદારી 1984થી 1989 સુધી અને 1990માં જાન્યુઆરીથી મે સુધી સંભાળી હતી.

જગમોહન મલ્હોત્રા પહેલીવાર 1996માં  લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા અને તે બાદ અટલ બિહારી વાજપેયીની સરકારમાં શહેરી વિકાસ અને પર્યટન મંત્રાલયની પણ જવાબદારી સંભાળી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે અને ટવિટ કરીને જણાવ્યું કે જગમોહનજીનું નિધન તે દેશ માટે ભારે નુક્સાન છે. તેઓ એક આદર્શ પ્રશાસક અને જાણકાર વિદ્વાન હતા. તેમણે હંમેશા ભારતના વિકાસ માટે કામ કર્યું હતુ.