Site icon Revoi.in

કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પાનું હેલિકોપ્ટર હવામાં ચક્કર મારતું રહ્યું,લેન્ડિંગમાં આવી સમસ્યા

Social Share

બેંગલુરુઃ- કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સાથે દૂર્ઘટના થતા થતા ટળી છે જાણકારી પ્રમાણે તેમને લઈને  જઈ રહેલા હેલિકોપ્ટરને લેન્ડિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.વધુ વિગત પ્રમાણે આવી રહ્યું છે કે હેલિપેડ ગ્રાઉન્ડમાં કચરો અને પ્લાસ્ટિક શીટ્સના કારણે હેલિકોપ્ટર લેન્ડ થઈ શક્યું ન હતું જેને લઈને દરેક લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

ભાજપના વરિષ્ઠ નેતા યેદિયુરપ્પાના હેલિકોપ્ટર લેન્ડિંગના સ્થળે  મોટી દુર્ઘટના થઈ શકે તેમ જોવા મળ્યું . યેદિયુરપ્પાના હેલિકોપ્ટરના લેન્ડિંગની વ્યવસ્થા કલબુર્ગીના જેવરગીમાં કરવામાં આવી હતી, ઉતરાણની જગ્યા ફાર્મ હાઉસ હતી. હેલિકોપ્ટરના રોટરના દબાણ હેઠળ કપડાં અને પ્લાસ્ટિકની થેલીઓ ઉડવા લાગી. આવી સ્થિતિમાં હેલિકોપ્ટરનું લેન્ડિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું.
હેલિકોપ્ટર લેન્ડિંગ સાઇટની સફાઈ કર્યા બાદ ઉતારવામાં આવ્યું હતું. અગાઉ લેન્ડિંગ સમયે હેલિકોપ્ટર આકાશમાં અચકાતું જોવા મળ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બની શકે છે.જો કે દૂર્ઘટના ટળી હતી.