Site icon Revoi.in

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને મની લોન્ડરિંગ કેસમાં જમાનત મળી  – જો કે CBI એ નોંધેલા કેસને લઈને રહેવું પડશે જેલમાં જ

Social Share

દિલ્હીઃ- મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ કે જેઓ મની લોન્ડરિંગ કેસમાં જેલમાં હતા ત્યારે આજરોજ  બોમ્બે હાઈકોર્ટે તેઓને  જામીન આપ્યા છે.ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. 1 લાખની જામીન રજૂ કર્યા બાદ તેને જામીન આપવામાં આવ્યા છે. જો કે જામીન બાદ પણ અનિલ દેશમુખ જેલમાંથી બહાર આવી શકશે નહીં. તેનું કારણ એ છે કે સીબીઆઈએ તેની સામે કેસ પણ નોંધ્યો છે અને તે કેસમાં તેને જામીન મળ્યા નથી. 

જો કે આવી સ્થિતિમાં તેઓ હજુ પણ જેલમાં જ રહેશે કારણ કે આ જમાનાત ઈડીે નોંધેલા કેસમાં આપવામાં આવી છે. પરંતુ આ કેસમાં જામીન બાદ તેની જેલમાંથી બહાર આવવાની શક્યતાઓ વધી છે. અનિલ દેશમુખ સામે ખંડણીના કેસમાં ઈડી એ કાર્યવાહી કરી હતી.

ઈડીના આરોપ મુજબ દેશમુખે મુંબઈના વિવિધ બાર અને રેસ્ટોરન્ટમાંથી આશરે રૂ. 4.7 કરોડ એકત્ર કર્યા હતા. આ સાથે એવો આરોપ છે કે દેશમુખે નાગપુરની શ્રી સાંઈ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટને ખોટી રીતે કમાણી કરી હતી, જે તેમના પરિવાર દ્વારા નિયંત્રિત શૈક્ષણિક ટ્રસ્ટ છે.આ મામલે તેમના પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.જો કે હાલ તેઓને ઈડી વાળા કેસમાં જમાનત મળી છે સાથે જ સીબીઆઈ વાળા કેસમાં તેઓ જેલમાં જ બંધ રહેશે.