મહારાષ્ટ્રના CM શિંદે સામે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ કેસમાં પૂર્વ મેયર દત્તા દલવીની કરાઇ ધરપકડ
મુંબઈ – મુંબઈના ભૂતપૂર્વ મેયર અને શિવસેના નેતા દત્તા દલવીની મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ભાંડુપ પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153A(1)(a), 153B(1)(b), 153A(1)(C), 294, 504 અને 505 હેઠળ કેસ નોંધ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, શિવસેના નેતા સંજય રાઉત તેમના કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.
ભાંડુપ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભાંડુપ સ્ટેશન પાસે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે મીટિંગમાં દત્તા દલવીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. જે બાદ એકનાથ શિંદે જૂથના વિભાગીય વડા વતી દત્તા દલવી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ સહિત પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ સીએમ શિંદેને નાલાયક ગણાવ્યા હતા આ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ સીએમ એકનાથ શિંદેને નાલાયક ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જે નેતા પોતાનું રાજ્ય છોડીને બીજા રાજ્યમાં જાય છે તે નકામા છે. મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે પાક બરબાદ થયો હતો. 100 જેટલા પશુઓના મોત થયા છે પરંતુ ખેડૂતોને મદદ કરવાને બદલે મુખ્યમંત્રી બીજા રાજ્યમાં રખડી રહ્યા છે. CM શિંદે તેલંગાણામાં છે, ત્યાં શું કહેશે? તમે ગુવાહાટી, સુરત કેવી રીતે ગયા?