એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડેનો દાવો, કહ્યું દાઉદ ડોનના નામથી જાનથી મારી નાખવાની મળી રહી છે ધમકી
- સમીરવાનખેડેને જાનથી મારી નાખવાની ધમકી
- ડાઉનડોનના નામથી ધમકી મળતી હોવાનો દાવો
દિલ્હીઃ- આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સમીરવાનખેડેનું નામ બહાર આવ્યા બાદ તે નામ ચર્ચાનો વિષય બન્યું છે ત્યારે હવે એનસીબીના પૂ્રવ અધ્યક્ષ મસીર વાનખેડે એ પોતાને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી હોવાનો દાવો કર્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ના ભૂતપૂર્વ મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્રને સંડોવતા ડ્રગ્સ-ઓન-ક્રુઝ કેસમાં લાંચ લેવાનો કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારથી તે ચર્ચામાં આવ્યા છએ.
ત્યારે હવે સમીર વાનખેડેએ દાવો કર્યો છે કે તેને અને તેના પરિવારને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નામે ધમકીઓ મળી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વાનખેડેએ મુંબઈ પોલીસને જણાવ્યું કે તેને નકલી ટ્વિટર એકાઉન્ટથી આ ધમકીઓ મળી રહી છે અને દાઉદના નામે ધમકીઓ આપવામાં આવી રહી છે.
વાનખેડેએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે. જે બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.આ ફરિયાદ મળ્યા પછી, મુંબઈ પોલીસે તેની તપાસ શરૂ કરી છે. સમીર વાનખેડે પર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ફસાવવા માટે 25 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. આ મામલાની સીબીઆઈ તપાસ કરી રહી છે.
સમીર વાનખેડેએ સીબીઆઈની કાર્યવાહી સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, ત્યારબાદ વાનખેડેને હાઈકોર્ટમાંથી 22 મે સુધી ધરપકડથી રક્ષણ મળ્યું હતું. બાદમાં હાઈકોર્ટે આ રાહતને 8મી જૂન સુધી લંબાવી છે.ત્યારે હવે સમીરે કરેલા દાવા પ્રમાણે તે બાબતની તપાસ શપરુ કરવામાં આવી છએ કે શું ખરેખર તેને કોR ધમકી આપી રહ્યું છે કે નહી?