દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ પ્રઘાનમંત્રી ઈમરાન ખાનની નમુશ્કેલીો ઓછી થવાનું નામ નથી લઈ રહી ગઈ કાલે તોશાખાના કેસમાં કોર્ટે રાહત આપ્યા બાદ ફરી અન્ય કેસમાં પૂર્વ પીએમની ઘરપકડ થઈ હોવાના હવે સમાચાર સામે આવી રહ્યા છે આ રીતે એક કેસમાં રાહત બાદ ફરી તેઓ કસ્ટડિમાં જોવા મળ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે તોશાખાના કેસમાં રાહત મળ્યાને થોડી મિનિટો પણ નથી થઈ કે ઈમરાન ખાનની ફરી એક અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સાઇફર કેસમાં ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. થોડા સમય પહેલા ઈસ્લામાબાદ હાઈકોર્ટે તોશાખાના કેસના નિર્ણયને સ્થગિત કરીને તેમની મુક્તિનો આદેશ આપ્યો હતો.
જો પાકિસ્તાની મીડિયાની વાત માનીએ તો આ સમાચાર મુજબ ઈમરાન ખાનને સિફર કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને તેને 30 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. ઓફિશિયલ સિક્રેટ એક્ટ કોર્ટના જજ અબુલ હસનત ઝુલ્કુરનૈને આ આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઈસ્લામાબાદ હાઈકોર્ટે મંગળવારે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની દોષિત અને ત્રણ વર્ષની જેલની સજા પર રોક લગાવી દીધી હતી. તોશાખાના કેસમાં ઈમરાન ખાનને મોટી રાહત આપી હતી,