દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એશિયા કપના આયોજન માટે હાઇબ્રિડ મોડલ પણ રજૂ કર્યું હતું. પરંતુ એકંદરે તેને નિરાશાનો સામનો કરવો પડ્યો. હવે શાહિદ આફ્રિદીએ PCB અધ્યક્ષ નજમ સેઠીના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘પાકિસ્તાને ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં રમવા જવું જોઈએ અને જીતીને પરત ફરવું જોઈએ. તે ભારતીય બોર્ડના મોઢા પર થપ્પડ સમાન હશે.’
આફ્રિદીએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, ‘પીસીબીના અધ્યક્ષ એવા વ્યક્તિને બનાવવા જોઈએ જે વારંવાર પોતાના નિવેદનો ન બદલે. મુદ્દાઓ પર તેમનું વલણ સ્પષ્ટ હોવું જોઈએ. હવે ODI વર્લ્ડ કપને લઈને તમારી ટીમને ભારત ન મોકલવી એ સમજની બહાર છે. જો ક્રિકેટ મેચ રમાતી હોય તો આપણે આપણી ટીમ મોકલવી જોઈએ. પછી તે ભારતમાં હોય કે બીજે ક્યાંય. ત્યાં જવું અને ટ્રોફી જીતીને પાછા આવવાથી મોટું બીજું કંઈ ન હોઈ શકે. તે તેના મોઢા પર થપ્પડ સમાન હશે.’
જો કે ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાનની મેચની વાત આવે અને બે દેશના ક્રિકેટરો વચ્ચે શાબ્દિક પ્રહારો ન થાય તેવું તો બનતું નથી. અને જો સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આફ્રિદી તરફથી ભારત વિરોધી નિવેદન પણ આવતા રહ્યા છે અને ઘણી વાર તેમણે ભારત વિરોધી ઝેર ઓક્યું છે.