નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાનના હાથમાં સત્તા ગયા બાદ હવે તેમની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે. મદીનામાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાદ શરીફની સામે સુત્રોચ્ચાર કરવા મુદ્દે ઈમરાન ખાન સહિત 150 લોકોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મદીનામાં દેખાવો દરમિયાન શરીફને ચોર-ચોર સહિતને સુત્રોચ્ચાર કરાયાં તેના ઘેરાપત્યાઘાત પાકિસ્તાનમાં પડ્યાં હતા. સત્તાધારી પાર્ટી પીએમએલ-એનના સમર્થકોનું કહેવું છે કે, મદીનામાં જે પણ થયું તે ઈમરાન ખાનના ઈશારે થયું છે.
પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ મારફતે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મદીનામાં થયેલા સુત્રોચ્ચારના મુદ્દે ઈમરાનખાનની ધરપકડ થઈ શકે છે. પાકિસ્તાનના પીએમ શરીફ અને તેમનું પ્રતિનિધિ મંડળ મદીના ગયું હતું. જ્યાં તેમની સામે ચોર-ચોરના સુત્રોચ્ચાર થયાં હતા. પાકિસ્તાનના ફૈસલાબાદમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અધ્યક્ષ અને પૂર્વ પીએમ ઈમરાન ખાન, તેમની સરકારના મંત્રી ફવાદ ચૌધરી અને પૂર્વ પીએમ શાહબાઝ ગુલના પૂર્વ સલાહકાર શેખ રશીદ, નેશનલ અસેમ્બલીના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કાસિમ સુરી સહિત 150 વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, મદીનામાં સુત્રોચ્ચાર કરીને પેગમ્બરની મસ્જીદને અપવિત્ર કરવામાં આવી છે. તેમજ મુસ્લમાનોની ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી છે. દરમિયાન ઈમરાન ખાને પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, કોઈ પણ પવિત્ર સ્થળ પર સુત્રોચ્ચાર કરવાની કલ્પના પણ ના કરી શકું. જો કે, પાકિસ્તાનમાં પીએમ પદથી દૂર થયા બાદ ઈમરાન ખાનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સંસદમાં ઈમરાન ખાનની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, તે પહેલા જ ઈમરાનખાને વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ સરકાર બરખાસ્ત કરી હતી.
(PHOTO-FILE)