નવી દિલ્હીઃ ટી-20માં નંબર એક બેસ્ટમેન અને વર્ષ 2022માં સૌથી વધારે રન બનાવનારા ભારતીય બેસ્ટમેન સૂર્યકુમાર યાદવનો જાદુ ટી-20માં છવાયો છે તેવો વન-ડેમાં નથી ચાલ્યો. ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં સૂર્યકુમારના બેટમાંથી રન બન્યા ન હતા અને એક જ રીતે બંને મેચમાં આઉટ થયો હતો. જ્યારે એક મેચ વરસાદના કારણે રદ કરાઈ હતી. 3 મેચની સીરિઝમાં યાદવે માત્ર 44 રન બનાવ્યાં હતા. જે પૈકી 34 રન એક જ ઈનિગ્સમાં કર્યાં હતા. યાદવના ફોમને જોઈને પૂર્વ બેસ્ટમેન વસીમ જાફરે ચિંતા વ્યક્ત કરી હતી.
ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની વન-ડે સીરિઝમાં યાદવ નિષફળ રહ્યો હતો. 3 મેચમાં 22ની એવરેજથી 115.79ની સ્ટ્રાઈક રેટથી માત્ર 44 રન બનાવ્યાં છે. પહેલી અને ત્રીજી મેચમાં 4 અને 6 રન બનાવ્યાં હતા. જ્યારે બીજી મેચમાં તેણે આક્રમક બેટીંગ કરીને 34 રન બનાવ્યાં હતા. એક કાર્યક્રમમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ બેસ્ટમેન વસીમ જાફરે જણાવ્યું હતું કે, યાદવ બંને મેચમાં એક જ રીતે આઉટ થયો હતો. સ્લિપમાં ફિલ્ડર હોવાના કારણે તેને રન બનાવવામાં મુશ્કેલી નડી રહી છે. બંને મેચમાં સૂર્યકુમાર યાદવ સ્લિપમાં કેચ આઉટ થયો હતો. વન-ડે અને ટેસ્ટ કિર્કેટ માટે સૂર્યકુમાર યાદવે બેટીંગમાં સુધારો લાવવો પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડકપમાં વિસ્ફોટક બેટીંગ કરી હતી. તેમજ હાલ આઈસીસી ટી-20 રેટીંગમાં સૂર્યકુમાર યાદવ ટોચ ઉપર છે. તેમજ યાદવ ક્રિકેટ પ્રેમીઓની પસંદગી બન્યાં છે.