Site icon Revoi.in

17 વર્ષ બાદ સંસદ ભવનના રુમના દરવાજા પરથી પૂર્વ પીએમ અટલ બિહારી વાજપાયીની નેમપ્લેટ હટાવાઈ- હવે આ રુમમાં જેપી નડ્ડા બેસશે

Social Share

દિલ્હીઃ- ભઆરત દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની નેમ પ્લેટ હવે 17 વર્ષ પછી સંસદ ભવનના રૂમ નંબર ચારના  દરવાજા પરથી હટાવવામાં આવી છે, જ્યા હવે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન પ્રમુખ જે.પી.નડ્ડા બેસશે.

ઉલ્લેખનીય છે કે આ રુમ ભાજપના સંસદ ભવનની ઓફિસની બાજુમાં આવેલો છે.જે વર્ષ  2004 માં જ્યારે અટલ બિહારી વાજપેયીનો ચૂંટણીમાં પરાજય થયો હતો, ત્યારે તેમને એનડીએના પ્રમુખ તરીકે આપવામાં આવ્યો હતો જો કે, આ ઓરડામાં ભૂતપૂર્વ વડા પ્રધાન ખૂબ ઓછા બેસતા જોવા મળ્યા હતા.

2018 માં પૂર્વ વડા પ્રધાનના અવસાન બાદ  પણ તેમના નામની આ નેમ પ્લેટ આ રૂમની બહાર રાખવામાં આવી હતી. તેમની નેમ પ્લેટની બાજુમાં જ અટલ બિહારી વાજપેયીના ખૂબ નજીકના  અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની નેમ પ્લેટ પણ હતી. વર્ષ 2004 માં ભાજપનો પરાજય અને યુપીએની જીત પછી ઓરડો નંબર 4 અટલ બિહારી વાજપેયીને આપવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી આ રૂમમાં ખૂબ ઓછા બેસતા હોવાથી, આ ચેમ્બર વર્ષ 2009 માં લાલકૃષ્ણ અડવાણીને અપાયો હતો અને તેમની નેમ પ્લેટ પણ લગાવવામાં આવી હતી.

અડવાણી વર્ષ 2019 ની ચૂંટણી પહેલા સુધી અહીંયા બેસતા હતા. જો કે, તેમની નેપ્લેટ 2014 માં એક દિવસ માટે દૂર કરવામાં આવી હતી, ત્યારે તેઓ નારાજ થયા હતા અને ગુસ્સામાં સેન્ટ્રલ હોલમાં બેઠા હતા. અડવાણીની નેમપ્લેટ બીજા જ દિવસે ફરી મુકવામાં આવી હતી

જો કે હવે ભાજપના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ રૂમમાં બેસશે. મંગળવારે આ ઓરડાની બહાર પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની નેમપ્લેટ દૂર કરવામાં આવી હતી. આ પહેલા જેપી નડ્ડા રાજ્યસભાના સભ્ય માટે આરક્ષિત ઓરડાનો ઉપયોગ કરતા હતા.