પૂર્વ PM મનમોહન સિંહ 91 વર્ષના થયા, તેમના જન્મદિવસ પર પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ
દિલ્હીઃ દેશના પૂ્રવ વજાપ્રધાન મનમોહન સિંહ પોતાનો 91મા જન્મદિવસ મનાવી રહ્યા છs આજે તેઓ 91 વર્ષના થયા છે તેમના જન્મ દિવસ પર તાજેતરના પ્રધઆનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શુભકામનાઓ પાઠવી છે અને તેમના દિર્ઘઆયુની પ્રાર્થના કરી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના 91મા જન્મદિવસ ના અવસર પર પૂર્વ વડાપ્રધાનને દેશભરમાંથી અભિનંદન સંદેશો મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પૂર્વ પીએમ મનમોહન સિંહને તેમના 91માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું, ‘પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ જીને જન્મદિવસની શુભેચ્છા. હું તમારા લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું.
Birthday greetings to former PM Dr. Manmohan Singh Ji. Praying for his long and healthy life.
— Narendra Modi (@narendramodi) September 26, 2022
પૂર્વ પીએમના જીવનનો ટૂંકો પરિચય
Former PM Manmohan Singh birthday: દેશના પૂર્વ પીએમ મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજ્ય ભારતના પંજાબ પ્રાંતના એક ગામ ‘ગાહ’ માં થયો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટી, કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી અભ્યાસ કર્યો હતો.
આ સહીત તેઓ 2004થી 2014 દરમિયાન દેશના પ્રધાનમંત્રી પદે રહ્યા. અગાઉ 1971માં તેઓને તે સમયે વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરાયા હતા. ત્યારબાદ વર્ષ 1972માં નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરાયા. મનમોહન સિંહે 1991થી 1996 વચ્ચે પાંચ વર્ષ માટે ભારતના નાણામંત્રી તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન આર્થિક સુધારાઓ મામલે તેમની ભૂમિકાને બિરદાવવામાં આવે છે.
વર્ષ 1991થી ભારતીય સંસદના ઉચ્ચ સદન એટલે કે રાજ્યસભાના સભ્ય રહ્યા. વર્ષ 1998 અને 2004ની વચ્ચે વિપક્ષના નેતા પદે રહ્યા. ડો. મનમોહન સિંહે 2004ની સામાન્ય ચૂંટણી બાદ 22 મેના રોજ પ્રધાનમંત્રી પદના શપથ લીધા અને 22 મે 2009ના રોજ બીજા કાર્યકાળ માટે પદના શપથ લીધા હતા. આ સાથે જ સતત દસ વર્ષ સુધી પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા.