Site icon Revoi.in

પૂર્વ PM રાજીવ ગાંઘી હત્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય – 31 વર્ષથી જેલમાં બંધ આરોપી પેરારિવલનને મુક્ત કરવાનો આદેશ

Social Share

દિલ્હીઃ-  દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંઘીના હત્યારા એવા એજી પેરારિવલન છેલ્લા 31 વર્ષથી જેલની હવા ખાી રહ્યા હતા ત્યારે આજે 18 મેને બુધવારના રોજ આ ઉમર કેદની સજા ભોગલી રહેલા હત્યારાને લઈને સુપ્રિમ કોર્ટ એ મહત્વનો આદેશ આપ્યો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે પેરારીવલને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી તેમની અરજીમાં કહ્યું હતું કે તમિલનાડુ સરકારે તેમને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ રાજ્યપાલે ફાઈલ લાંબા સમય સુધી પોતાની પાસે રાખ્યા બાદ રાષ્ટ્રપતિને ફાઈલ મોકલી દીધી હતી. તે બંધારણની વિરુદ્ધ છે. 11 મેના રોજ થયેલી સુનાવણીમાં કેન્દ્રએ પેરારીવલનની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલવાના તમિલનાડુના રાજ્યપાલના નિર્ણયનો બચાવ કર્યો હતો.

એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજાએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેંચને કહ્યું હતું કે કેન્દ્રીય કાયદા હેઠળ દોષિત ઠરેલા વ્યક્તિની માફી, અને દયાની અરજી પર માત્ર રાષ્ટ્રપતિ જ નિર્ણય લઈ શકે છે.
આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સવાલ કર્યો હતો કે જો આ દલીલ સ્વીકારવામાં આવે તો રાજ્યપાલો દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલી છૂટ અમાન્ય બની જશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો રાજ્યપાલ પેરારીવલનના મુદ્દે રાજ્ય કેબિનેટની ભલામણ સ્વીકારવા તૈયાર ન હોય તો તેમણે ફાઇલને પુનર્વિચાર માટે કેબિનેટને પાછી મોકલાવી જોઈતી હતી ,હત્યા સમયે પેરારીવલનની ઉંમર માત્રને માત્ર  19 વર્ષની હતી. તે  છેલ્લા 31 વર્ષ આજીવનકેદની સજા મામલે જેલમાં છે.