- ચીની શાસકો અને અધિકારીઓ ગુજારે છે અત્યાચાર
- મોટા સાથે બાળકોને પણ કરાય છે ટોર્ચર
- ગોળી મારવાની વિરોધ કરનારાઓને ધમકી
- કોઈ ગુના વિના ઉઈગરોની કરાય છે ધરપકડ
દિલ્હીઃ ચીનમાં મુસ્લિમ બહુમતી ધરાવતા શિનજીયાંગમાં ઉઈગર લોકોને શાસકો દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યાં છે. જેની માહિતી ચીનના પૂર્વ પોલીસ જાસુસ અધિકારીએ આપી છે. તેમણે કહ્યું કે, પોલીસના અધિકારી-કર્મચારીઓ ઉઈગર લોકોના ઘરે-ઘરે જાય છે લોકોને બળજબરીથી ઘરમાંથી ખેંચીને હાથકડી લગાવીને જેલમાં પુરવામાં આવી રહ્યાં છે. વિરોધ કરનારાઓને ગોળી મારવાની ધમકી આપવામાં આવે છે. ચીનમાં પોતાના પરિવારના સભ્યોની સુરક્ષાને લઈને આ અધિકારીએ એક મીડિયાને પોતાનું નામ નહીં આપવાની શરતે માહિતી આપવમાં આવી હતી. તેમને જીયાંગના નામથી ઓળખવામાં આવતા હોવાનું કહેવાય છે.
જીયાંગએ કહ્યું કે, ચીનની પોલીસ કસ્ટડીમાં બંધ કેદીઓ સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે. 14 વર્ષના બાળકોને પણ અનેક પ્રકારે ટોર્ચર કરવામાં આવે છે. કસ્ટડીમાં રહેલા ઉઈગરોને પોલીસ અધિકારીઓ અને કેન્દ્ર દ્વારા અલગ-અલગ રીતે ટોર્ચર કરવામાં આવે છે. કેદીઓને વીજ કરંટ આપવામાં આવે છે. એટલું જ નહીં યોન શોષણનું પણ ભોગ બનવુ પડે છે. કેદીઓને અનેક દિવસોથી ભોજન નહીં આપવાની સાથે સુવા દેવામાં આવતા નથી. પોલીસ દ્વારા બળજબરીથી ગુનો કબુલાવવામાં આવે છે. કેટલાક કેદીઓ ઉપર આતંકવાદને લઈને આરોપ લગાવવામાં આવ્યાં છે. શિનજીયાંગને યુદ્ધક્ષેત્ર તરીકે માનવામાં આવે છે, તેમજ ઉઈગર વસતી ચીનની દુશ્મન હોવાનું અધિકારીઓ માની રહી છે.