Site icon Revoi.in

કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થયા રો ના પૂર્વ પ્રમુખ અમરજીત સિંહ દુલત – બીજેપી સાધ્યુ નિશાન

Social Share

દિલ્હીઃ-  કોંગ્રેસની ભારત જોડો યાત્રા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે કેટલાક બીજેપી નેતાઓ પણ તેની પ્રસંશા કરી રહ્યા છે ત્યારે હવે ભારત જોડો યાત્રામાં  ભારતીય જાસૂસી સંસ્થા ‘રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ'(ના ભૂતપૂર્વ ચીફ અમરજીત સિંહ દુલાતે પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. 

મહત્વની વાત એ છે કે રો ના પૂર્ન પ્રમુખ  આ યાત્રામાં જોડાતાની સાથે જ બીજેપી એ લાલ આંખ કરી છે. આ અંગે ભાજપે દુલત પર નિશાન સાધ્યું છે. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વિટ કર્યું કે દુલતે કાશ્મીર સંકટને યાદગાર બનાવવાનું કામ કર્યું છે.

કોંગ્રેસની રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રા દિલ્હીમાં નવ દિવસના વિરામ બાદ વિતેલા દિવસને મંગળવારે યુપી જવા રવાના થઈ હતી. જેમાં પૂર્વ RAW ચીફ દુલત પણ રાહુલ સાથે સ્ટેપ્સ મેચ કરતા જોવા મળ્યા હતા. આ અંગે ભાજપે દુલત પર પ્રહારો કર્યા છે.દેખીતી રીતે આ વાત ભાજપને રાસ આવી નથી  જેથી આ મામલે બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વિટ કરીને આરોપ લગાવ્યો છે.

બીજેપી નેતાએ કહ્યું કે  ભૂતપૂર્વ સ્પાયમાસ્ટર દુલત ક્યારેય તેમના કામ પ્રત્યે પ્રતિબદ્ધ નથી. તેઓ અલગતાવાદીઓ અને પાકિસ્તાનથી પ્રભાવિત હતા. માલવિયાએ કટાક્શ કરીને કહ્યું છે કે  માર્યો કે RAWના ભૂતપૂર્વ સચિવ દુલતની કાશ્મીર સંકટમાં યાદગાર ભૂમિકા હતી.