Site icon Revoi.in

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંઘીની આજે જન્મજયંતિ- પીએમ મોદી સહીત રાહુલ ગાંઘી એ પાઠવી શ્રદ્ધાંજલી

Social Share

દિલ્હીઃ- દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંઘીની આજે જન્મજયંતિ છે, તેમનો જન્મ તા. 20મી ઓગસ્ટ 1944માં થયો હતો. તેમની ગણતરી દેશના સૌથી યુવા વડાપ્રધાન તરીકે થતી આવી છે..પોતાના શાસન દરમિયાન રાજીવ ગાંધીએ 21મી સદીના આધુનિક ભારતના નિર્માણનો પાયો નાખ્યો હતો ત્યારે આજના આ ખાસ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની 78મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલી પાઠવી છે.

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજ્યંતિ  પ્રસંગે પુત્ર રાહુલ ગાંધી પણ ભાવુક થયા છે આ સાથે જ  અને પ્રિયંકા ગાંધીએ તેમના સ્મારક સ્થળ વીર ભૂમિ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન રોબર્ટ વાડ્રા ઉપરાંત કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓ પણ હાજર હતા.

રાહુલ ગાંઘીએ પિતાના જન્મ દિવસ પર ભાવુક પોસ્ટ કરી છે

 

પીએમ મોદીએ કહ્યું કે, હું દેશના પૂર્વ પ્રધાનમંત્રી  રાજીવ ગાંઘીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું

આ સિવાય કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘અમે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીને તેમની જન્મજયંતિ પર સલામ કરીએ છીએ. 21મી સદીના ભારતના આર્કિટેક્ટ તરીકેનું તેમનું વિઝન હતું જેણે ભારતમાં IT અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિની શરૂઆત કરી.