Site icon Revoi.in

પંજાબના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર ઝીરાની કરાઈ ધરપકડ, જાણો શું લાગ્યો છે આરોપ

Social Share

ચંદિગઢઃ-પંજાબ રાજ્યના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અવા કુલબીર ઝીરાની પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે આજ મંગળવારની સવારે કુલબીર ઝીરાની તેના ઘરેથી ઝડપી પાડ્યા છે.માહિતી અનુસાર સવારે 5 વાગ્યે ફિરોઝપુર પોલીસે પૂર્વ ધારાસભ્યના ઘરે દરોડો પાડ્યા હતા.

 પૂર્વ ધારાસભ્ય કુલબીર ઝીરા પર થોડા દિવસો પહેલા BDPO ઓફિસની અંદર વિરોધ પ્રદર્શન કરવાનો આરોપ લગાવાયો છે અને ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય અને તેમના સહયોગીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કુલબીર ઝીરા કોંગ્રેસ સરકારમાં ઝીરા વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

પૂર્વ ધારાસભ્ય કુલબીર ઝીરા પર સરકારી કામમાં અવરોધ અને સત્તાવાર રેકોર્ડને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવાયો છે. પૂર્વ ધારાસભ્ય તેમના સમર્થકો સાથે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસમાં બળજબરીથી ઘૂસી ગયા હતા. આ સંદર્ભે કુલબીર ઝીરા વિરુદ્ધ સરકારી કામમાં અવરોધ અને સત્તાવાર રેકોર્ડને નુકસાન પહોંચાડવાના આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

જો કે મીડિયાનું કહેવું એવું પણ છે કે, કુલબીર ઝીરા પોતે આજે બપોરે પોતાની ધરપકડ કરવાના હતા. તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે તેઓ ધન-ધન બાબા બુઢા સાહેબ ગુરુદ્વારાની મુલાકાત લીધા બાદ તેમની ધરપકડ સોંપશે. પરંતુ પંજાબ પોલીસે આજે સવારે 5 વાગ્યે તેની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખેહરાની ધરપકડ કરવામાં આવી હતી.  આ પહેલા 28 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખેહરાની ચંદીગઢ સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. સુખપાલ ખેહરાની 2015ના ડ્રગ સ્મગલિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. દેશભરમાં કોંગ્રેસના પૂર્વ નેતાઓ તપાસ એજન્સીઓની ઝપેટમાં છએ તો કેટલાક નેતાઓ પણ ભ્રષ્ટાચારના પણ આરોપ છે સતત કોંગ્રેસ પાર્ટીમાંથી આવા નેતાઓની ઘરપકડની ઘટનાઓ સામે આવી રહી છે.