દિલ્હીઃ દાસના દેવી મંદિરમાં સનાતન ધર્મ અપનાવનારા શિયા વકફ બોર્ડના પૂર્વ ચેરમેન જિતેન્દ્ર નારાયણસિંહ ત્યાગી (પહેલા વસીમ રિઝવી) ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં છવાયેલા છે. એક તરખ ટ્વીટર ઉપર તેમનું નામ ટ્રેન્ડ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં વિવિધ પ્રતિક્રિયાઓ મળી રહી છે. જિતેન્દ્ર નારાયણ ત્યાગી ટ્વિટર ઉપર દિવસભર સક્રિય રહે છે. સનાતન ધર્મ સ્વિકારવા પર તેમણે ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી હતી.
ટ્વીટર ઉપર હેશટેગ વસીમ રિઝવી, હેશટેગ અરેસ્ટ વસીમ રિઝવી ટ્રેન્ડ થયું હતું. ટ્વિટર પર જ્યારે ઘણા લોકો તેમના આ પગલાની પ્રશંસા કરતા જોવા મળ્યા તો અલગ-અલગ દેશોના લોકો તરફથી નફરતવાળી ટ્વિટ કરવામાં આવી. સનાતન ધર્મ અંગીકાર કર્યાના બીજા દિવસે બીજેપી મહિલા મોરચાના પ્રાદેશિક મંત્રી ડો. ઉદિતા ત્યાગીએ જીતેન્દ્ર નારાયણ ત્યાગીને રક્ષા સૂત્ર બાંધ્યું હતું. રક્ષા દોરો બાંધ્યા બાદ તેમણે કહ્યું કે સનાતન ધર્મમાં જોડાયા બાદ તેમને મારા મોટા ભાઈ માનું છે. ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ સ્વીકાર્યો હતો. દાસના દેવી મંદિરના મહંત અને જુના અખાડાના મહામંડલેશ્વર નરસિંહાનંદ ગિરી મહારાજે તેમને વૈદિક રીતે સનાતન ધર્મ સ્વીકાર્યો હતો.
ધર્મ પરિવર્તન બાદ વસીમ રિઝવીને નવું નામ જીતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી આપવામાં આવ્યું હતું. ધર્માંતરણની ઔપચારિકતા બાદ તેમણે કહ્યું હતું કે, આજથી તેઓ હિન્દુત્વ માટે જ કામ કરશે. તેમના પરિવારના હિંદુ ધર્મ અપનાવવાના સવાલ પર તેમણે કહ્યું કે જે લોકો હિંદુ ધર્મ અપનાવશે નહીં, હું તેમને છોડી દઈશ.
વસીમ રિઝવીમાંથી જીતેન્દ્ર નારાયણ બન્યા બાદ તેણે કહ્યું હતું કે પુસ્તકના વિમોચન બાદ મને ઈસ્લામમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. તે પછી મારે કયો ધર્મ અપનાવવો તે મારી પસંદગી હતી. મેં બધા ધર્મોનો અભ્યાસ કર્યો હતો. જેમાં મને હિંદુ ધર્મ શ્રેષ્ઠ લાગ્યો. જેમાં માનવતાની રક્ષાની વાત કરવામાં આવી છે. મને ઇસ્લામમાંથી બહાર કાઢ્યા પછી, દર શુક્રવારે મારું માથું કાપી નાખવાનો ફતવો બહાર પાડવામાં આવે છે અને ઈનામમાં વધારો કરવામાં આવે છે. તેથી તેણે સનાતન ધર્મ સ્વીકાર્યો.
યતિ નરસિમ્હાનંદે કહ્યું હતું કે, વસીમ માનવતાવાદી અને હિંમતવાન વ્યક્તિ છે. તેમના પર કોઈ નુકસાન થશે નહીં. સનાતન ધર્મ સ્વીકાર્યા પછી તેમની સામે જ્ઞાતિનો પ્રશ્ન ઊભો થતો નથી, તેથી ત્યાગી સમાજે તેમના પિતા અને પરિવારના તમામ લોકોની સંમતિથી તેમની જ્ઞાતિનું નામ આપ્યું છે. હવેથી વસીમ રિઝવી મારા પિતાના ત્રીજા પુત્ર તરીકે ઓળખાશે. તેમણે કહ્યું કે હિન્દુઓએ તન, મન અને ધનથી તેમને સાથ આપવો જોઈએ.