Site icon Revoi.in

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશનાની પરિવારની સામે જ ગોળી મારી હત્યા કરાઈ

Social Share

બેંગ્લોરઃ શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશનાને તેના પરિવારના સભ્યોની સામે તેના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ દુ:ખદ ઘટના અંબાલાંગોડામાં ધમ્મિકા નિરોશનના ઘરે બની હતી. આ ઘટનાથી ક્રિકેટ જગત શોક ફેલાયો છે. શ્રીલંકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે આ ઘટના બની ત્યારે પૂર્વ ક્રિકેટર તેની પત્ની અને બે બાળકો સાથે ઘરે હાજર હતો. શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટનની હત્યા કરનાર વ્યક્તિએ કથિત રીતે 12 બોરની બંદૂકનો ઉપયોગ કર્યો હતો. ઘટનાની માહિતી મળતા જ સ્થળ પર દોડી ગયેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ધમ્મિકા નિરોશનને શા માટે ગોળી મારવામાં આવી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ધમ્મિકા નિરોશન શ્રીલંકા માટે ફર્સ્ટ ક્લાસ અને અંડર-19 ક્રિકેટ રમ્યા હતા. તેણે 2000માં સિંગાપોર સામે તેની ડેબ્યૂ મેચ રમી હતી. ધમ્મિકા નિરોશને ઘણા પ્રસંગોએ ટીમની કમાન પણ સંભાળી હતી. નિરોશન એક ઝડપી બોલર હતો અને તેણે 2002ના અંડર-19 વર્લ્ડ કપની 5 ઇનિંગ્સમાં 19.28ની એવરેજથી 7 વિકેટ લીધી હતી. ધમ્મિકા નિરોશને તેની કારકિર્દીમાં 12 ફર્સ્ટ ક્લાસ અને 8 લિસ્ટ-એ મેચ રમી હતી. તેણે છેલ્લે 2004માં ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ-એ મેચ રમી હતી. ફર્સ્ટ ક્લાસમાં, ધમ્મિકાએ 26.89ની એવરેજથી 19 વિકેટ લીધી હતી, જેમાં તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ 4/33 હતી. આ સિવાય નિરોશને પણ 19 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં 269 રન બનાવ્યા હતા, જેમાં તેનો હાઇ સ્કોર 47 રન હતો. આ સિવાય, લિસ્ટ-એમાં તેણે 29.40ની એવરેજથી 5 વિકેટ લીધી, જેમાંથી 2/18 તેની સર્વશ્રેષ્ઠ હતી. આ સિવાય તેણે 3 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 48 રન બનાવ્યા હતા, જેમાં હાઇ સ્કોર 27 રન હતો.