- હાલ તેઓ IPLની હૈદરાબાદ ટીમ સાથે જોડાયેલા છે
- હૈદરાબાદની ટીમ હાલ ચેન્નાઈમાં રમી રહી છે
- મુરલીધરનને હાર્ટમાં બ્લોકેજ હોવાનું જાણવા મળે છે
દિલ્હીઃ હાલ ભારતમાં આઈપીએલ ચાલી રહી છે. દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદના બોલીંગ કોચ અને શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનની તબિયત લથડતા તેમને તાત્કાલિક ચેન્નાઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. તેમને હ્રદયની બીમારી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આઈપીએલની સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના બોલિંગ કોચ મુરલીધરન ટીમ સાથે ચેન્નાઈમાં છે. દરમિયાન તેમની તબીયત લથડતા તેમને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. જ્યાં તેમના જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. મહાન બોલર પૈકીના એક એવા મુરલીધરનને હાર્ટમાં એક બ્લોકેજ છે. આવી સ્થિતીમાં હવે તેમની સારવાર સ્ટેન્ટ મુકીને કરવામાં આવશે. મુરલીધરનની તબીયત લથડતા હૈદરાબાદ ટીમના ખેલાડીઓ અને અન્ય ટીમ મેમ્બર ચિંતામાં મુકાયાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુરલીધરને શ્રીલંકા માટે 133 ટેસ્ટ અને 350 વન-ડે મેચ રમી છે. ટેસ્ટમાં 800 અને વન-ડેમાં 534 વિકેટ ઝડપી છે. વર્ષ 2011માં ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ આઈપીએલ સાથે જોડાયાં હતા. આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, કોચ્ચી ટસ્કર્સ કેરલા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હિસ્સો પણ રહી ચુક્યા છે. હાલ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સાથે કોચ રુપે જોડાયા હતા.