Site icon Revoi.in

સ્ટિલ મેન તરીકે જાણીતા ટાટા સ્ટીલના ભૂતપૂર્વ પ્રમુખ જમશેદ જે ઈરાનીનું 86 વર્ષની વયે નિધન

Social Share

દિલ્હીઃ-  ટાટા સ્ટીલના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ‘સ્ટીલ મેન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતા જમશેજ જે ઈરાનીનું  મોડી રાત્રે જમશેદપુરમાં નિધન  થયું હતું. 86 વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે.

ટાટા સ્ટીલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘સ્ટીલ મેન ઓફ ઈન્ડિયા હવે નથી રહ્યા. પદ્મ વિભૂષણ ડૉ. જમશેદ જે. ઈરાનીના નિધન વિશે જણાવતાં ટાટા જૂથને ખૂબ જ દુઃખ થાય છે. તેમણે 31 ઓક્ટોબરે રાત્રે 10 વાગ્યે જમશેદપુરમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઈ

તેઓ દેશભરનું એક જાણીતું નામ છે,ઈરાની છેલ્લા  4 દાયકાથીપણ  વધુ સમયથી ટાટા સ્ટીલ સાથે જોડાયેલા હતા. તેમણે જૂન 2011 માં ટાટા સ્ટીલ બોર્ડમાંથી વિદાય લીધી, 43 વર્ષનો વારસો છોડ્યો તે પહેલા  તેમણે  કંપનીને સંખ્યાબંધ ઉદ્યોગોમાં વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી અને પોતે પણ એક જાણીતી હસ્તી સાબિત થયા હતા.

કોણ હતા ઈરાની

જીજી અને ખોરશેદ ઈરાનીના પુત્ર, જમશેદ જે ઈરાનીનો જન્મ 2 જૂન, 1936 ના રોજ નાગપુરમાં થયો હતો. તેણે 1956માં સાયન્સ કોલેજમાંથી બીએસસી અને 1958માં નાગપુર યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્રમાં એમએસસી મેળવ્યું હતું.  યુકેમાં શેફિલ્ડ યુનિવર્સિટીમાં જેએન ટાટા વિદ્વાન તરીકે ગયા, જ્યાં તેમણે 1960માં ધાતુશાસ્ત્રમાં માસ્ટર્સ અને 1963માં ધાતુશાસ્ત્રમાં પીએચડી ની ડીગ્રી હાંસલ કરી.

ઈરાની 1978માં જનરલ સુપ્રિન્ટેન્ડેન્ટ, 1979માં જનરલ મેનેજર અને 1985માં ટાટા સ્ટીલના પ્રમુખ બન્યા. 2011માં નિવૃત્ત થતાં પહેલાં તેઓ 1988માં ટાટા સ્ટીલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને 1992માં મેનેજિંગ ડિરેક્ટર રહ્યા.

ઈરાનીએ 1963માં બ્રિટિશ આયર્ન એન્ડ સ્ટીલ રિસર્ચ એસોસિએશન સાથે તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેમનું સ્વપ્ન હંમેશા દેશની પ્રગતિમાં યોગદાન આપવાનું હતું. તેઓ 1968માં ભારત પાછા ફર્યા અને ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના કરી, જે આજે ટાટા સ્ટીલ તરીકે ઓળખાય છે.