Site icon Revoi.in

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને JDUના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રામચંદ્ર પ્રસાદ સિંહ ભાજપમાં જોડાયા

Social Share

દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટી દેશમાં એક મજબૂત પાર્ટી બનીને ઊભરી આવી છે ,પીએમ મોદીના સત્તામાં આવ્યા બાદ બીજેપીએ અનેક વિકાસના કાર્યો તથા મહિલાઓ માટે અનેક યોજનાઓ વિકસાવી છે તો વળી રેલ્વેની સુવિધાને વધુ રરળ બનાવી છે તો સાથે જ દેશના વિકાસને વેગ આપ્યો છે અને આજ કારણ છે કે આજે કોંગ્રેસ સહીત અન્ય વિપક્ષ બીજેપી સામે ટકી શકતું નથી અને અનેક વરિષ્ઠ નેતાઓ પણ બીજેપીમાં સામેલ થી રહ્યા છે.તાજેતરમાં જ જેડીયું પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રામચંદ્ર પ્રસાદે જેડીયુ પાર્ટી છોડી દીધી છેે આજરોજ ગુરુવારે તેઓએ ભારતીય જનતા પાર્ટીનો હાથ થામ્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ JDU રાષ્ટ્રીય અધ્યક્ષ રામચંદ્ર પ્રસાદ સિંહ આજે જનતા દળ યુનાઇટેડ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેઓ આજે બપોરે નવી દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યા હતા. તેમણે આરસીપી સિંહનું ભાજપમાં ઔપચારિક સ્વાગત પણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષે જ્યારે પાર્ટીએ તેમની પાસેથી ભ્રષ્ટાચારના આરોપો અંગે ખુલાસો માંગ્યો ત્યારે JDUમાંથી રાજીનામું આપી દીધું હતું જેડીયુના ટોચના નેતૃત્વએ આરસીપી સિંહ પાસેથી સ્પષ્ટતા માંગી હતી કે તેઓ તેમના પરિવારના સભ્યોના નામે તમામ સ્થાવર મિલકતોની માહિતી આપે, જે તેમના નામે છેલ્લા 9 વર્ષ એટલે કે 2013 થી 2022 વચ્ચે ખરીદવામાં આવી હતી. છે. આ મામલાને લઈને JDUએ RCPને નોટિસ મોકલીને તેમને ભ્રષ્ટાચારના આરોપો પર જવાબ આપવા કહ્યું, ત્યાર બાદ તેમણે પાર્ટી છોડી હતી ત્યારે હવે તેઓ ભાજપમાં જોડાયા છે.

આ અગાઉ તેમણે નિકતીશ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા આરસીપી સિંહે જેડીયુ પર ષાબ્દિક વાર કરતા  કહ્યું હતું કે પાર્ટી હવે  ડૂબતું જહાજ  છે આટલું જ નહીં, આરસીપી સિંહે કહ્યું, ‘નીતીશ કુમાર ગમે તેટલી કોશિશ કરે, તે સાત જન્મમાં પણ ક્યારેય વડાપ્રધાન નહીં બને. આમ તેમણ ેપાર્ટી છઓડીને જેડિયુ પર પ્રકતારો પણ કર્યા હતા.