પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવના અંતિમ સંસ્કાર આવતીકાલે પૈતૃક ગામમાં કરાશે
- પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવના અંતિમ પૈતૃક ગામમાં કરાશે
- વિમાન માં લાવવામાં આવશે તેમનો પાર્થિવ દેહ
દિલ્હીઃ- પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવે 75 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે ત્યારે દેશભરના અનેક નેતાઓ તેમને શ્રદ્ધાજલી પાઠવી રહ્યા છે ગૃહમંત્રી શાહ પણ તેમને શ્રદ્ધાંજલી પાઠવવા પહોચ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે તેમનું અવસાન થયું.
મળતી વિગત પ્રમાણે તેમના પાર્થિવ દેહને દિલ્હીના છતરપુર સ્થિત તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો, જ્યાં લોકો અંતિમ દર્શન કરવા આવી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે અમારી વચ્ચે શરદ યાદવની ગેરહાજરી એ દેશના જાહેર જીવનને ન પુરી શકાય તેવી ખોટ છે. સમર્થકો અને અનુયાયીઓને દુઃખની આ ઘડીમાં નુકસાન સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.
શરદ યાદવના અંતિમ સંસ્કારને લઈને જમાઈ રાજ કમલ રાવે જાણકારી આપી છએ તેમણે કહ્યું કે તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો, અમે તેમને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં પહોંચ્યા બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેમના મૃતદેહને મધ્યપ્રદેશમાં તેમના વતન ગામ લઈ જવામાં આવશે, જ્યાં આવતી કાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.