અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન – બનાવશે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘TRUTH Social’
- પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન
- બનાવશે પોતાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
- નામ રાખશે ટૂથ સાશિયલ
દિલ્હીઃ- દેશની મહાસત્તા ગણાતા દેશ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે સત્તામાં હતા ત્યારથી જ કોીને કોઈ વાતને લઈને વિવાદમાં આવતા હતો.ત્યાર બાદ હવે સત્તામાં નથી રહ્યા છત્તા પણ તેઓ કંઈક રીતે સમાચારોની હેડલાઈન બનતા જોવા મળી રહે છે. તાજેતરમાં જ તેમણે એક મોટી જાહેરાત કરી છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્ટપતિ ટ્રમ્પ પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહ્યા છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ‘ટ્રુથ સોશિયલ’ નામ આપવામાં આવ્યું છે.આ બાબતે પોતે તેમણે માહિતી જારી કરી હતી.
નવા સોશિયલ મીડિયા પ્લેટફઓર્મ બનાવા બાબતે ટ્રમ્પનું કહેવું છે કે તેમનું સમૂહ કહેવાતી ઉદાર મીડિયા સંસ્થાઓનો પ્રતિસ્પર્ધી હશે. ટ્રમ્પે પોતાના એક નિવેદનમાં કહ્યું કે ‘ટ્રુથ સોશિયલ’ નું બીટા વર્ઝન આમંત્રિત વપરાશકર્તાઓ માટે નવેમ્બરમાં ઉપલબ્ધ કરવામાં આવશે.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે અમે એવી દુનિયામાં જીવીએ રહ્યા છીએ જ્યાં તાલિબાનની ટ્વિટર પર મોટી હાજરી છે, છતાં તમારા મનપસંદ અમેરિકી રાષ્ટ્રપતિને ચૂપ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છેકે તાજેતરમાં તાલિબાનને લઈને વૈશ્વિક સ્તરે બેઠકો યોજાઈ રહી છે, અફઘાનમાં જે સ્થિતિ તાલિબાને કરી છે જેને લઈને વિશ્વના ઘણા દેશો તાલિબાનની નિંદા કરી રહ્યા છે.