- ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ ફરી થશે શરુ
- આ બાબતે એલન મસ્કે લોકોને ટ્વિટ કરીને પૂછ્યું
દિલ્હીઃ- ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરની માલિકીનો હક ધરાવતા એલનમ મસ્ક સતત ચર્ચામાં આવી રહ્યા છએ જદ્યારથી તેમણે ટ્વિટર ખરીદ્યું છે તક્યારેથી કર્મચારીઓને હાકી કાઢવા, ટ્વિટરમાં અવનવા બદલાવ કરવાને લઈને તેઓ ચર્ચામાં રહે છેત્યારે ફરી એક વખત એલન મસ્કે અમેરિકાના પૂર્ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ડને લઈને કરેલી ટ્વિટને લઈને ચર્ચામાં આવ્યા છે.
એલન મસ્ક એ એક ટ્વિટમાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર કરવાનું કહ્યું છે. તેણે આ ટ્વીટને પોલ બનાવ્યું છે. જેમાં ઘણા યુઝર્સ ડોનાલ્ડ ટ્રમ્પને પ્લેટફોર્મ પર પાછા લાવવાની વાત કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે વર્ષ2021 માં, સત્તા પરિવર્તન દરમિયાન ટ્રમ્પનું એકાઉન્ટ સંપૂર્ણપણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. કારણ કે તેમના ટ્વિટના કારણે હિંસા ભડકાવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી.
ટ્વિટરે પહેલા તેનું એકાઉન્ટ 12 કલાક માટે સસ્પેન્ડ કર્યું અને બાદમાં તેને સંપૂર્ણ રીતે સસ્પેન્ડ કરી દીધું. હવે એલોન મસ્કે ટ્ફવિટ કરીને તેમને ટ્રીવિટર પર લાવવા માટે લોકો પાસે રાય માંગી છે.
આ બાબતે કેટલાક લોકો ટ્રમ્પના એકાઉન્ટ સસ્પેન્શનને અભિવ્યક્તિની સ્વતંત્રતાના ઉલ્લંઘન તરીકે જુએ છે. પૂર્વ રાષ્ટ્રપતિને પ્લેટફોર્મ પર પાછા લાવવા માટે 1 કલાકની અંદર ઇલોન મસ્કના ટ્વીટ પર 50 હજારથી વધુ રીટ્વીટ અને 1 લાખ 21 હજારથી વધુ લાઇક્સ કરવામાં આવ્યા છે. આ પોલ 24 કલાક માટે સક્રિય કરવામાં આવ્યું છે.