અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે
દિલ્હી:અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની ઉમેદવારી માટે દસ્તાવેજો ફાઇલ કર્યા છે.ટ્રમ્પના આ નિર્ણયથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાના છે.
તે જ સમયે, ડોક્યુમેન્ટ ફાઇલ કર્યા પછી ટ્રમ્પે એક નિવેદન પણ જાહેર કર્યું છે.તેમણે કહ્યું કે આજે હું અમેરિકાને ફરીથી મહાન અને ગૌરવશાળી બનાવવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે મારી ઉમેદવારીની જાહેરાત કરી રહ્યો છું.તેમની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે,ટ્રમ્પે અમેરિકાને નિરાશ કર્યા છે.
લાંબા સમયથી ચર્ચા હતી કે,ટ્રમ્પ ફરી એકવાર 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી પર દાવ લગાવી શકે છે. આ પહેલા 2015માં ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા.