Site icon Revoi.in

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પનું  73 વર્ષની વયે નિધન

Social Share

દિલ્હીઃ- દેશની મહાસત્તા ગણાતા દેશ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઇવાના ટ્રમ્પનું ગુરુવારે 73 વર્ષની વયે ન્યૂયોર્ક શહેરમાં નિધન થયું હતું. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ એ ટ્વિટ કરીને લખ્યું છે કે  “હું ઇવાના ટ્રમ્પને પ્રેમ કરતા તમામ લોકોને જણાવતા ખૂબ જ દુઃખ થઈ રહ્યું  છું, કે ઇવાના ટ્રમ્પનું ન્યૂયોર્ક શહેરમાં તેમના ઘરે નિધન થયું છે. તે એક અદ્ભુત અને સુંદર મહિલા હતી જેણે એક મહાન અને પ્રેરણાદાયી જીવન જીવ્યું. તેને ઇવાના ટ્રમ્પના ત્રણ બાળકો ડોનાલ્ડ જુનિયર, ઇવાન્કા અને એરિક પર ગર્વ છે. અમને ઇવાના ટ્રમ્પ પર પણ ગર્વ છે.રેસ્ટ ઈન પીસ, ઇવાના!”

કોણ હતા ઈવાના ટ્રમ્પ જાણો

પૂર્વ ચેકોસ્લોવાકિયામાં સામ્યવાદી શાસન હેઠળ ઉછરેલા  ઇવાના ટ્રમ્પે 1977 માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 1992માં છૂટાછેડા લીધા હતા.

ટ્રમ્પ અને ઇવાનાની જોડી 1980 અને 1990 ના દાયકામાં ન્યૂયોર્કમાં જાહેર હસ્તીઓ હતી અને તેમનું અલગ થવું તે પણ એકબીજાના હીત માટે હતું અલગ થયા પછી, ઇવાના ટ્રમ્પ બ્યુટી પ્રોડક્ટ્સ, કપડાં અને જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલી હતી.

તેમણે 2017ના તેમના સંસ્મરણો ‘રાઇઝિંગ ટ્રમ્પ’માં ટ્રમ્પના ત્રણ બાળકોના ઉછેરનું પણ વર્ણન કર્યું હતું. ઇવાનાએ તે સમયે લખ્યું હતું કે છૂટાછેડા પછી ટ્રમ્પ સાથેના તેના સંબંધોમાં સુધારો થયો હતો. તેણે કહ્યું કે તે અઠવાડિયામાં એકવાર તેની સાથે વાત કરે છે.

મીડિયા અહેવાલો પ્રમાણે   તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવાઈ રહ્યું થે. કહેવામાંડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા બાદ ઈવાના ટ્રમ્પે ફેમિલી બિઝનેસમાં મોટી ભૂમિકા ભજવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે, ઇવાના ટ્રમ્પ પણ સિગ્નેચર બિલ્ડીંગ, ન્યુ જર્સી અને એટલાન્ટિક સિટીમાં ટ્રમ્પ તાજમહેલ કેસિનો રિસોર્ટ ચલાવવામાં નિમિત્ત છે.  ટ્રમ્પ ટાવરના વિકાસમાં ભાગીદારની  મહત્નીવ ભૂમિકા ઈવાનાએ ભજવી હતી.