Site icon Revoi.in

યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટ ફરીથી શરુ – સોશિયલ મીડિયા પર લાગ્યો હતો પ્રતિબંધ

Social Share

દિલ્હીઃ- એમેરીકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ અનેક વિવાદમામં સપડાયા હતા ત્યાર બાગદ તેઓને ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર બેન કરી દ્વાયા હતો જો કે થોડા સમય પહેલા ટ્વિટરે તેમના પર લગાવેલ પ્રતિબંધ હટાવી લીધો છે ત્યારે હવે ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક દ્રારા પણ આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે અને પૂર્વ રાષ્ટ્રપતિના એકાઉન્ટ ફરી શરુ કરવામાં આવ્યા છે.

પૂર્વ રાષ્ટ્રપતિના ફેસબૂક એકાઉન્ટ પર  બે વર્ષ પહેલા  પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો . જોકે હવે ફએસબૂકની પેરેન્ટ કંપની મેટાએ તેઓનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કર્યું છે. સાથે જ ઈન્સ્ટા ગ્રામ પણ શરુ કર્યું છે.

પૂર્વરાષ્ટ્પતિનું એકાઉન્ટ બંઘ કરવાના કારણો જોવા જઈએ તો  6 જાન્યુઆરી, 2021 ના ​​રોજ યુએસ સંસદ પર હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફેસબુક દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.  ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પોસ્ટમાં દાવો કર્યો હતો કે 2020 ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન મોટા પાયે વોટિંગ હેરાફેરી થઈ હતી.

ડોનાલ્ડ ટ્ર્મપની આ વાત બાદ ભારે હંગામો પણ થયો હતો અને  આ પછી જ ફેસબુકે હિંસા ભડકાવવાના આરોપમાં ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.એટલું જ નહી ટ્વિટરે પણ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે, એલોન મસ્કે ટ્વિટર હસ્તગત કર્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.