Site icon Revoi.in

પશ્વિમબંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય ની હાલત ગંભીર, હોસ્પિટલમાં સારવાર અર્થે કરાયા દાખલ

Social Share

કોલકાતાઃ- પશ્વિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રીને લઈનેએક સમાચાર સામે આવી રહ્અયા છએ પ્નેરાપ્ત વિગત પ્રમાણે સીપીએમ નેતા બુદ્ધદેવ ભટ્ટાચારજી ને શનિવારે શ્વાસ લેવામાં તકલીફ પડવાથી કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની તબિયત શનિવારે અચાનક બગડી હતી. ડોક્ટરોની દેખરેખમાં ગ્રીન કોરિડોર બનાવીને સાંજે સાડા ચાર વાગ્યે તેમને વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને ICU વિભાગમાં રાખવામાં આવ્યા છે. તે ICUમાં મેડિકલ બોર્ડની પાંચ સભ્યોની ટીમની દેખરેખ હેઠળ છે. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર તેમને શનિવારે બપોરે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. પછી તેનું ઓક્સિજન લેબલ ઘટી ગયું.

તેમની તબિયત બગડી હોવાના સમાચાર વાયુવેગ પ્રસરી રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે  તેનું ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટી ગયું, જેના કારણે શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ. વુડલેન્ડ્સ હોસ્પિટલના એક બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે તેમને બિન-આક્રમક વેન્ટિલેશન સપોર્ટ, એન્ટિબાયોટિક્સ અને અન્ય સહાયક પગલાં પર મૂકવામાં આવ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યના હોસ્પિટલમાં દાખલ થયાની માહિતી મળતાં રાજ્યપાલ ડૉ. સીવી આનંદ બોઝ પણ કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલ પહોંચ્યા અને ડોક્ટરોની ટીમ પાસેથી તેમની સ્થિતિ વિશે પૂછપરછ કરી. બીજી તરફ પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મઝુમદાર પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્યને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે પૂર્વ મંત્રીની જરૂરી તપાસ કરવામાં આવી છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તે હેમોડાયનેમિકલી સ્થિર છે. 79 વર્ષીય ભટ્ટાચાર્યનું ઓક્સિજનનું સ્તર 70થી નીચે આવી ગયું હોવાનું જાણ્યા પછી, ડોકટરોએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવાનું સૂચન કર્યું અને તેમને ગઈકાલે તાત્કાલિક દાખલ કરી દેવાયા હતા.