સેન્ટ્રલ યુનિવર્સિટીના PGના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના ફોર્મ 24મી જાન્યુઆરી સુધી ભરી શકાશે
ગાંધીનગરઃ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર (CUG) એ શૈક્ષણિક સત્ર 2024-25 માટે 20 અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા લેવામાં આવતી CUET (PG) પ્રવેશ પરીક્ષા 2024 દ્વારા ઑનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. જેનાં માટે ઉમેદવારોએ 24 જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકશે,
સેન્ટ્રલ યુનિવર્સિટીની પ્રવેશ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે. યુનિવર્સિટીની વેબસાઇટ www.cug.ac.in પર તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પાત્રતાના માપદંડોને સંતોષતા ઉમેદવારો 24 જાન્યુઆરી 2024ના રોજ અથવા તે પહેલાં http://pgcuet.samarth.ac.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. CUGમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારો http://pgcuet.samarth.ac.in લિંક પર નોંધણી કરીને CUG પસંદ કરી શકે છે. NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) ની વેબસાઇટ પર દેશભરના પરીક્ષા કેન્દ્રો સહિતની તમામ માહિતી આપવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સેન્ટ્રલ યુનિવર્સિટીના 20 અનુસ્નાતક અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષા સમગ્ર દેશમાં CBT મોડમાં લેવામાં આવશે. વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ 24 જાન્યુઆરી, 2024 (રાત્રે 11:50 વાગ્યા સુધી) છે. ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ/નેટ બેંકિંગ/UPI દ્વારા ફીના સફળ વ્યવહારની છેલ્લી તારીખ 25મી જાન્યુઆરી 2024 (રાત્રે 11:50 સુધી) છે. વેબસાઇટ પર અરજી ફોર્મની વિગતોમાં સુધારો 27 જાન્યુઆરી 2024 થી 29 જાન્યુઆરી 2024 સુધી રાત્રે 11:50 વાગ્યા સુધી કરી શકાશે). આ પરીક્ષા 11 માર્ચ, 2024 થી 28 માર્ચ, 2024 દરમિયાન દેશભરમાં અને વિદેશના કેટલાક શહેરોમાં 105 મિનિટ (1 કલાક 45 મિનિટ) સમયગાળાની ઓનલાઈન (CBT) દ્વારા ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. પરિણામ એપ્રિલ 2024 માં જાહેર કરવામાં આવશે. પરીક્ષા સંબંધિત સહાયતા માટે, ઉમેદવારો admission@cug.ac.in પર ઇમેઇલ કરી શકે છે અથવા (+91) 79 23977 446 પર કૉલ કરી શકે છે.