શ્રી ગણેશના આ ચમત્કારી મંત્રથી ભાગ્ય ચમકશે
આપણા હિંદુ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે જો શ્રધ્ધા અને વિશ્વાસથી કોઈ પણ ભગવાનની પૂજા કે પ્રાર્થના કરવામાં આવે તો તે ભગવાન સાંભળે છે અને આપણી ઈચ્છા પણ પૂર્ણ થાય છે. ભારત ભક્તિભાવથી ભરેલો દેશ છે અને અહીંયા દેવી દેવતાની પૂજા ખુબ આનંદ અને સત્કારથી થતી હોય છે. આવામાં જો વાત કરવામાં આવે ગણેશજીની તો તેને લઈને લોકોનો વિશ્વાસ છે કે આ મંત્ર કરવાથી ભગવાન શ્રી ગણેશ આપણા પર પ્રશન્ન થાય છે અને આપણી વાત પણ સાંભળે છે.
સૌથી પહેલા તો ॐ लंबोदराय विद्महे महोदराय धीमहि तन्नो दंतिः प्रचोदयात्।’
રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશની પૂજા શરૂ કરતા પહેલા, વ્યક્તિએ આ મંત્રનો જાપ કરવો જોઈએ અને તેમને પ્રણામ કરીને આશીર્વાદ લેવા જોઈએ, જેથી તમારા દ્વારા કરવામાં આવેલી ગણપતિ સાધના કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય.
આ પછી ગણપતિનો સૌથી સરળ અને સિદ્ધ મંત્ર
वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभः।
निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा।।
ગણપતિની પૂજા કરવાનો આ મંત્ર ખૂબ જ ચમત્કારિક છે, જેને શ્રદ્ધા સાથે જાપ કરવાથી સાધકના જીવનની તમામ અવરોધો દૂર થઈ જાય છે અને મનોકામનાઓ જલ્દી પૂરી થાય છે.
ઉલ્લેખનીય છે આ માત્ર ધાર્મિક માન્યતા છે અને લોકોનો ભગવાન પ્રત્યે વિશ્વાસ અને આસ્થા છે. આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.