1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં આજે અટલ સરોવરમાં ફાઉન્ટેન, ગાર્ડન અને ન્યુ રેસકોર્સ લોકો માટે ખૂલ્લુ મુકાશે
રાજકોટમાં આજે અટલ સરોવરમાં ફાઉન્ટેન, ગાર્ડન અને ન્યુ રેસકોર્સ લોકો માટે ખૂલ્લુ મુકાશે

રાજકોટમાં આજે અટલ સરોવરમાં ફાઉન્ટેન, ગાર્ડન અને ન્યુ રેસકોર્સ લોકો માટે ખૂલ્લુ મુકાશે

0
Social Share

રાજકોટઃ શહેરમાં આજે અટલ સરોવર, ગાર્ડન તેમજ નવું રેસકોર્સનું આજે તા. 1લી મેના રોજ લોકાર્પણ કરવામાં આવશે. શહેરની મધ્યે આવેલા રેસકોર્સમાં લોકો ટહેલવું પસંદ કરે છે આસપાસના બગીચાઓ, ક્રીડાંગણો શહેરવાસીઓ માટે સૌથી લોકપ્રિય છે. હવે નવા રેસકોર્સ એટલે કે અટલ સરોવરમાં પ્રવેશવા માટે ચાર્જ દેવો પડશે. બાળકોની 10 રૂપિયા ટિકિટ જ્યારે વયસ્કોની 25 રૂપિયા ટિકિટ લેવામાં આવશે.

રંગીલા રાજકોટના શહેરીજનોને આજે 1લીમેના રોજ  હરવા-ફરવા માટેના આકર્ષક સ્થળની ભેટ મળશે. શહેરમાં 136 કરોડનાં ખર્ચે બનેલા અટલ સરોવરમાં જોકે  બોટિંગ તેમજ રાઈડ બંધ રહેશે. તેમજ ફૂડકોર્ટ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે. અટલ સરોવર અને ન્યુ રેસકોર્સનો આ નજારો માણવા મોટા વ્યકિતની પ્રવેશ ફી 25 અને બાળકોની 10 ફી લેવામાં આવશે. અગાઉ તા. 7 માર્ચના રોજ એટલે કે લોકસભા ચૂંટણી આચારસંહિતા પૂર્વે મુખ્યમંત્રીનાં હસ્તે અટલ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે અમુક કામગીરીઓ બાકી હતી તે પૂર્ણ થતાં આજે તા.1 મેથી ખુલ્લુ મુકાશે. જોકે બોટિંગ માટેની ગાઈડલાઈન હજુ આવી નથી. તેમજ વિવિધ રાઈડ્સની કામગીરીઓ પણ ચાલુ છે. જ્યારે સૌથી મુખ્ય આકર્ષણ એવી ટોય ટ્રેન પણ હજુ શરૂ થઈ શકશે નહીં. જ્યારે ફૂડકોર્ટ માટે દુકાનો બનાવી લેવામાં આવી છે. જેની હરાજીની પ્રક્રિયા બાકી છે. જે પૂર્ણ થયા બાદ ફૂડકોર્ટ શરૂ કરાશે. હાલ ફાઉન્ટેન અને તળાવ તેમજ નયનરમ્ય ગાર્ડન અટલ સરોવરમાં જોવા મળશે.

અટલ સરોવરનું કુલ ક્ષેત્રફળ 2,93,457 ચો.મી. છે. જેમાં વોટર બોડીનો કુલ વિસ્તાર 92,837 ચો.મી. છે. આશરે 136 કરોડના ખર્ચે ડેવલોપ કરવામાં આવી રહ્યુ છે અને એજન્સી દ્વારા 15 વર્ષ સુધી અટલ સરોવરની નિભાવ મરામતની જવાબદારી રહેશે. જેમાં, ગાર્ડન, લેન્ડસ્કેપિંગ, બોટનિકલ ગાર્ડન, બોટનિકલ ક્લોક, સાયકલ ટ્રેક, પર્પાકિંગ એરિયા, વોલ્ક-વે, પાર્ટી પ્લોટ, ટોય ટ્રેઈન, ફેરી વ્હીલ, એમ્ફીથિયેટર, પાર્ટી લોન, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટ ફલેગ વગેરે જેવી અનેક સુવિધા ઉપલબ્ધ કરાશે. અટલ સરોવર ડેવલપમેન્ટથી રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારના લોકોને હરવા ફરવા માટેનું એક નવું સ્થળ મળી રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code