Site icon Revoi.in

રાજ્યમાં ચાર દિવસ વરસાદની આગાહી કરી

Social Share

અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથ જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યનાં 37 તાલુકામાં ગઈ કાલે સવારે છથી રાત્રિનાં આઠ વાગ્યા સુધી હળવો વરસાદ પડ્યો છે. સૌથી વધુ એક ઇંચ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામ અને વલસાડ તાલુકામાં પડ્યો છે. ચિખલી તાલુકામાં પોણો ઇંચ અને વડોદરા તાલુકામાં અડધો ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

રાજ્યમાં મોસમનો સરેરાશ 126 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, સૌથી વધુ 183 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં 131 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 130 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 123 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 108 ટકા વરસાદ પડ્યો છે.
તો બીજી તરફ ગરમીમાં પણ તીવ્ર વધારો થયો છે ગઈકાલે અમદાવાદમાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા પાંચ દિવસમાં અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 5 ડિગ્રી જેટલું વધ્યું છે.