- પરિમલ અન્ડરબ્રિજમાં બસ ફસાતા ફાયર વિભાગ દોડી ગયો,
- ત્રણ અન્ડરબ્રિજ બંધ કરાયા,
- મણિનગરમાં 6 ઈંચ વરસાદ પડ્યો
અમદાવાદઃ શહેરમાં છેલ્લા બં-ત્રણ દિવસથી સમયાંતરે વરસાદના ઢાપટાં પડી રહ્યા છે. જેમાં ગત રાતથી સવાર સુધીમાં સરેરાશ 4 ઈંચ વરસાદ પડ્યો હતો. અને આજે સોમવારે સવારથી વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. વરસાદને કારણે શહેરના ઘણાબધા રોડ રસ્તાઓ પર પાણી ભરાયા હતા. દરમિયાન પરિમલ અન્ડરબ્રિજમાં એક ખાનગી બસ પાણીમાં ફસાતા બસમાં પ્રવાસ કરી રહેલા 28 પ્રવાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને પ્રવાસીઓને બહાર કઢાયા બાદ બસને બહાર કાઢવામાં આવી હતી. શહેરમાં પાણી ભરાતા ત્રણ અન્ડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરમાં મોડીરાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ભારે વરસાદ શરૂ થયો હતો. ત્રણ વાગ્યાથી વહેલી સવારે છ વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે શહેરના મીઠાખળી પરિમલ અને અખબાર નગર બ્રિજને બંધ કરવો પડ્યો હતો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. શહેરમાં સૌથી વધુ નરોડા અને મણિનગર વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ ત્રણ કલાકમાં પડ્યો હતો. પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતા 28 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને પ્રવાસીઓને બહાર કઢાયા બાદ બસને બહાર કાઢવામાં આવી હતી શહેરમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ત્રણ અંડરબ્રીજ વાહન વ્યવહાર માટે બંધ કરવા પડ્યા હતા.
શહેરના વટવા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદથી રસ્તાઓ જ નદી બની ગયા છે. આ વિસ્તારમાં ગાડીઓના બોનેટ ડૂબી જાય એટલા પાણી ભરાયા છે. વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં 28 વૃક્ષો પણ ધરાશાયી થયા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં જાણે કે મેઘ કહેર વરસ્યો છે. ધોધરમાર વરસાદને કારણે નારોલ વિસ્તારમાં હાઈવે પર પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાની વારો આવ્યો છે. અમદાવાદમાં ભારે વરસાદા તારાજી સર્જી છે. નિકોલ-નરોડા હાઈવે પર સોસાયટીઓમાં રાતથી જ પાણી ભરાયા હતા. હાલત એવી હતી કે ઘરોમાંથી પાણી કાઢવા માટે મોટરો મૂકવી પડી હતી.
અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલા જશોદાનગર ફાયર સ્ટેશનની બાજુમાં આવેલ રવિ રાદલ સોસાયટી પાસેની કેનાલમાં પાણી વધુ પડતું છોડ્યું હોવાથી ગમે ત્યારે કેનાલમાં ગાબડું પડવાની શક્યતા છે અને તે પાણી આસપાસની સોસાયટીઓમાં ફરી વરસે તો મોટી જાનહાનિ થાય તેમ છે. આ પાણી વસ્ત્રાલ આરટીઓ અજય ટેનામેન્ટની બાજુમાંથી સિંચાઈની કેનાલ જાય છે જે બિલકુલ ખાલી છે. જે પાણી રામોલ ટોલટેક્સ થઈ બીબીપુરા ગેરેતનગર હાથીજણ ખારી નદીમાં જાય તેમ છે. આ નદી હાલમાં ખાલી છે. માટે આ પાણી અહીંયા છોડવા અધિકારીઓએ ધ્યાનમાં લેવા માટે વિનંતી છે. આ અંગે પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અતુલભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવામાં આવી છે.