પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં વિસ્ફોટ થતા ચાર લોકોના મોત
- કરાચી યુનિવર્સિટીમાં થયો વિસ્ફોટ
- બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી
- ચાર ચીની નાગરિકોના મોત
દિલ્હી:પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં મોટો વિસ્ફોટ થયો હતો.કરાચી યુનિવર્સિટીના કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટ પાસે એક વાનમાં વિસ્ફોટ થયો હતો.આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.જયારે ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. જોકે આ બ્લાસ્ટનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર,આ વિસ્ફોટમાં માર્યા ગયેલા ચારેય લોકો ચીનના નાગરિક છે.આ વિસ્ફોટ યુનિવર્સિટીના કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટ પાસે થયો હતો.વિસ્ફોટ સમયે કારમાં ચાર લોકો હતા, જેમાં ચાઈનીઝ શિક્ષક અને ડ્રાઈવરનો સમાવેશ થાય છે.જણાવવામાં આવ્યું છે કે,આ કાર ચીનની સંસ્થાની છે.
બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વિસ્ફોટ બાદ બચાવ અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી અને વિસ્તારને કોર્ડન કરીને બચાવ કામગીરી શરૂ કરી છે.