Site icon Revoi.in

મોરબીના વાંકાનેર નજીક મોટરકાર કુવામાં ખાબકતા ચારના મોત

Social Share

અમદાવાદઃ મોરબીના વાંતનેર નજીર પૂરઝડપે પસાર થતી મોટરકારના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં એક કુબામાં ખાબકી હતી. આ દૂર્ગટનામાં બે મહિલાઓ અને બે બોળકો મળીને ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત તયાં હતા. દૂરઘટનાનો ભોગ બનેલો પરિવાર અમદાવાદનો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદનો પ્રજાપતિ પરિવાર દિવાળીની ઉંજવણી કરીને સૌરાષ્ટ્રથી પરત આવી રહ્યો હતો. તેમની કાર વાંકનેર તાલુકાના કણકોટ ગામ પાસેથી પસાર થતી હતી ત્યારે કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડની સાઈડમાં ઉતરી ગયા બાદ સીધી કુબામાં ખાબકી હતી. જેથી કારમાં સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં બે બાળકો અને બે મહિલાઓના મોત થયાં હતા. જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલકે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે. કારના ચાલકે ઝોકુ આવી જતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે.

(Photo-File)