Site icon Revoi.in

ભારતમાં લોકોએ સતર્ક રહેવું જરૂરી! દ.આફ્રિકાથી જયપુર આવેલા 4 લોકો સંક્રમિત

Social Share

જયપુર: સાઉથ આફ્રિકામાંથી નીકળેલો કોરોનાવાયરસનો નવો પ્રકાર કે જેને લોકો ઓમિક્રોનના નામથી ઓળખે છે તેણે હવે ભારતમાં પણ પોતાની દસ્તક આપી છે. વાત એવી છે ક કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. ભારતમાં પણ ઓમિક્રોનના 2 કેસ સામે આવ્યા છે. ત્યારે આ બધા વચ્ચે રાજસ્થાનના જયપુરમાં દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલા એક જ પરિવારના 4 સદસ્યો કોરોના પોઝિટિવ નોંધાયા છે.

જાણકારી મુજબ પરિવારના 9 લોકો 25 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા હતા. પરિવારના સદસ્યોમાંથી માતા-પિતા અને તેમની 8 અને 15 વર્ષની 2 દીકરીઓ સંક્રમિત આવી છે.

જો કે કોરોનાવાયરસના નવા પ્રકારથી બચવા માટે કેટલાક દેશોએ અગાઉ પગલા લીધા છે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. કોરોનાવાયરસનું સંક્રમણ વધવાને કારણે મોટાભાગના દેશોને લોકડાઉન લાદવાની ફરજ પડે છે અને અર્થતંત્રને પણ ભારે નુક્સાન થાય છે.