Site icon Revoi.in

પીટી ઉષા,વિજયેન્દ્ર પ્રસાદ, ઈલૈયા રાજા અને વિરેન્દ્ર હેગડે 4 દિગ્ગજો રાજ્યસભા માટે નામાકિંત – PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ

Social Share

દિલ્હીઃ કેન્દ્ર સરકારે પીટી ઉષા અને ઇલૈયા રાજા સહિત ચાર  દિગ્ગજ લોકોને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. કેન્દ્ર દ્વારા નામાંકિત કરાયેલા નામોમાં પીટી ઉષા, ઇલૈયા રાજા, વીરેન્દ્ર હેગડે અને કેવી વિજયેન્દ્ર પ્રસાદનો સમાવેશ થાય છે. 

પીએમ મોદીએ પીટી ઉષા, ઇલૈયા રાજા, વિરેન્દ્ર હેગડે અને કેવી વિજયેન્દ્ર પ્રસાદને રાજ્યસભામાં જવા બદલ અભિનંદન પાઠવ્યા છે. રાજ્યસભામાં ચાર અલગ-અલગ ક્ષેત્રની વ્યક્તિઓની નામાંકન મોદી સરકાર દ્વારા અસાધારણ પ્રતિભા માટે આદર દર્શાવે છે.

આ બાબતે સરકારનું કહેવું છે કે ચાર નામાંકિત સભ્યોએ પોતપોતાના ક્ષેત્રોમાં શાનદાર કારકિર્દી બનાવી છે અને રાષ્ટ્રીય તથા  આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ ચાર નામાંકિત સભ્યો દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોના છે.

આ સાથે જ જણાવાયું છે કે આ સબકા સાથ-સબકા વિકાસ સાથે ઓછા પ્રતિનિધિત્વ ધરાવતા જૂથોને પર્યાપ્ત ભાગીદારી પ્રદાન કરવાના સરકારના ઉદ્દેશ્યને પ્રતિબિંબિત કરે છે. આ ચાર નામાંકિત સભ્યોમાંથી એક મહિલા દલિત અને એક ધાર્મિક લઘુમતી જૂથ જૈન સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે.

પીએમ મોદીએ પીટી ઉષા માટે લખ્યું, “પીટી ઉષા જી દરેક ભારતીય માટે પ્રેરણા છે. રમતગમતમાં તેમની સિદ્ધિઓ વ્યાપકપણે માનવામાં આવે છે, વર્ષોથી ઉભરતા ખેલાડીઓને માર્ગદર્શન આપતું તેમનું કાર્ય પણ એટલું જ પ્રશંસનીય છે. રાજ્યસભામાં નામાંકિત થવા બદલ અભિનંદન.”

જાણો આ 4 દિગ્ગજો કોણ છે?

1 પીટી ઉષા

પીટી ઇષા કોઈની ઓળખના મોહતાજ નથી,પીટી ઉષા 1984ની ઓલિમ્પિક ગેમ્સમાં ચોથા સ્થાને રહી હતી. ત્યારથી તે આખા દેશમાં લોકપ્રિય બની હતી. તેણે 1986ની સિઓલ એશિયન ગેમ્સમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા. ઉષાએ 400 મીટર હર્ડલ્સ, 400 મીટર રેસ, 200 મીટર અને 4×400 રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે 100 મીટરની દોડમાં બીજા ક્રમે રહી હતી. તેમને 1983માં અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. 1985માં તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

2 ઈલૈયા રાજા

ઇલૈયા રાજા તમિલ ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર છે. તેમણે અત્યાર સુધીમાં 1400 ફિલ્મો માટે સાત હજાર ગીતો કંપોઝ કર્યા છે. તેણે તમિલ ઉપરાંત તેલુગુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. ઇલૈયા રાજા દક્ષિણ ભારતીય સિનેમામાં પશ્ચિમી સંગીતને રજૂ કરવા માટે જાણીતા છે. 

3 વિજયેન્દ્ર પ્રસાદ

વિજયેન્દ્ર પ્રસાદે ગરુ બાહુબલી, આરઆરઆર, બજરંગી ભાઈજાન, રાઉડી રાઠોડ, મણિકર્ણિકા – ધ ક્વીન ઑફ ઝાંસી અને માર્શલ જેવી ફિલ્મોની વાર્તા લખી છે. તેને 2016 માં બજરંગી ભાઈજાન માટે શ્રેષ્ઠ વાર્તાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ સિવાય તેણે અર્ધાંગિની, રાંઝણા અને શ્રીવલ્લી જેવી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે.

4 વીરેન્દ્ર હેગડે

વીરેન્દ્ર હેગડે ધર્માધિકારી રત્નવર્મા હેગડેના મોટા પુત્ર છે. તેઓ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં સ્થિત શ્રી ધર્મસ્થલા મંજુનાથ સ્વામી મંદિરના આનુવંશિક ટ્રસ્ટી છે. જૈન સમુદાયમાંથી હોવા છતાં, વીરેન્દ્ર હેગડેનો પરિવાર ઘણા હિંદુ સમુદાયના મંદિરોના ટ્રસ્ટી છે. વીરેન્દ્ર હેગડે દિગંબર જૈન સમુદાયમાંથી આવે છે