દિલ્લી: સમગ્ર દેશના કેટલાક રાજ્યો ફરીથી કોરોનાના ભયમાં જીવી રહ્યા છે ત્યારે હિમાચલ પ્રદેશમાં કોરોના સંક્રમણએ ફરીથી પ્રસરવાનું શરુ કર્યું છે. આરોગ્ય વિભાગે મેડિકલ કોલેજ વહીવટતંત્ર અને સીએમઓને સતર્કતા દાખવવા અને એલર્ટ રહેવા જણાવ્યું છે. આ સાથે, કોરોનાના નમૂના વધારવા અને સચિવાલયને દરરોજ રિપોર્ટ મોકલવાની સૂચના આપવામાં આવી છે. વિભાગનું માનવું છે કે લોકોની બેદરકારીને લીધે હવે દરરોજ 50 કે તેથી વધુ કોરોનાના કેસ નોંધાય છે.
જો કે, આ રાજ્યમાં 15 દિવસ પહેલા કોરોનાની સ્થિતિ સામાન્ય રહી હતી, જો કે હવે સંક્રમણ વધતા કોરોનાના કેસોને કારણે આરોગ્ય વિભાગ પણ સાવચેત બન્યું છે. હિમાચલ પ્રદેશ રાજ્યમાં શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ખુલવાની સાથે જ આ કેસોમાં વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે.
હિમાચલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને હવે 281 થઈ ચૂકી છે. રાજ્યમાં આ કોરોનાના કારણે 982 લોકોનાં મોત નીપજ્યાં છે. હમીરપુર જિલ્લો પ્રથમ કોરોના મુક્ત થયો હતો. હવે આ જિલ્લામાં 10 થી વધુ કેસ છે. કાંગરા જિલ્લામાં કોરોના સૌથી વધુ 91 કેસ નોંધાયા છે.
ઉનામાં 53, બીજા અને ત્રીજા સ્થાને શિમલા જિલ્લામાં કોરોનાના 31 સક્રિય કેસો નોંધાયા છે. જિલ્લા લાહૌલ-સ્પીતીમાં કોરોનાનો કોઈ કેસ જોવા મળતો નથી. છેલ્લા 15 દિવસથી આ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. બીજી તરફ આરોગ્ય સચિવ અમિતાભ અવસ્થીએ કહ્યું કે લોકો કોરોના પ્રત્યે બેદરકાર બની રહ્યા છે. માસ્ક પહેર્યા નથી. લોકોએ કોરોના અંગે જાગૃત રહેવાની જરૂર છે. અન્ય રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. હિમાચલમાં પણ મેડિકલ કોલેજ એડમિનિસ્ટ્રેશન અને સીએમઓને સાવચેતી રાખવા જણાવ્યું છે.
-સાહીન