અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતા વાલીઓ પણ ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને માત્ર ઓનલાઈન એજ્યુકેશન આપવા માંગણી કરી રહ્યાં છે. દરમિયાન આણંદ જિલ્લાના પેટલાદની સ્કૂલમાં પણ 4 શિક્ષકાના કોરોના ટેસ્ટ પોઝિટિવ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પેટલાદના સુવાણ ગામમાં આવેલી અંગ્રેજી મીડિયમ સ્કુલમાં એક-બે નહીં પરંતુ ચાર શિક્ષિકાઓ કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થઈ ગયું છે. બીજી તરફ શાળા સંકાલકોએ શાળાને 15 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત શિક્ષિકાઓના સંપર્કમાં આવેલા લોકોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. હાલ ચારેય શિક્ષિકાઓને ક્વોરન્ટાઈન કરવામાં આવી છે. ચાર શિક્ષિકાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વાલીઓમાં પણ ભય ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલ કોરોનાની ગાઈડલાઈન અનુસાર સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ જે સ્કૂલમાંથી કોરોનાનો કેસ મળી આવે ત્યાં નિયમ અનુસાર સ્કૂલ બંધ કરીને ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવે છે.
(Photo-File)