Site icon Revoi.in

જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓનો ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના ગાંદરબલના સેરાચ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે.જે બાદ પોલીસ અને સુરક્ષા દળોની ટીમ માહિતી મળતાની સાથે જ તપાસમાં લાગી ગઈ હતી.જમ્મુ પોલીસે આ અંગે માહિતી આપી છે.તો, આતંકવાદી સંગઠન લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો છે. સર્ચ ઓપરેશન શરૂ છે.

આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના હંદવાડાના રાજવાર વિસ્તારના નેચામામાં એન્કાઉન્ટર થયું હતું.અહીં પણ પોલીસ અને સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.આજે શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે.

આ પહેલા ગઈકાલે એટલે કે શુક્રવારે પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી.પુલવામા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી માર્યો ગયો હતો.પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે પુલવામા અને શોપિયાંમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી.