Site icon Revoi.in

ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચેની WTC ફાઈનલમાં ચાર હજાર દર્શકોને પ્રવેશની મંજૂરી

Social Share

દિલ્હીઃ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઈનલ માટે ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ચુકી છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈમાં ક્વોરન્ટાઈનમાં છે. આગામી 2 જૂનના રોજ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચશે.

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં આઈસીસી અને ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડે આ મેચમાં સાઉથેમ્પટન કાંઉટીના સ્ટેડિયમ ધ રોઝ બોલમાં વધારેમાં વધારે 4 હજાર દર્શકોને પ્રવેશવાની મંજૂરી આપી હોવાનું જાણવા માટે છે.

હેંમશર કાઉન્ટી ક્લબના પ્રમુખ રોડ બ્રેંસગ્રોવએ ક્રિકેટની એક વેબસાઈટ ક્રિકબઝને જણાવ્યું હતું કે, સપ્ટમ્બર 2019 પછી આ પહેલો મોકો છે જેમાં ઈસીબીએ પોતાના સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશની મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, વર્લ્ડ ટેસ્ટ ફાઈનલની ટિકિટોની ભારે માગ છે. 50 ટકા સીટ આઈસીસી અને તેમના પ્રાયોજક તથા અન્ય હિતધારકોને આપવામાં આવશે. જ્યારે બે હજાર ટિકીટનું વેચાણ કરવામાં આવશે. આ ફાઈનલને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે.

કોવિડ-19 મહામારીને પગલે પ્રવાસને લઈને અનેક પ્રતિબંધ મુકવામાં આવ્યાં છે. બેંસગ્રોવએ કહ્યું હતું કે, તેમને ખબર નથી કે આઈસીસી અને બીસીસીઆઈના કેટલાક સભ્યો ફાઈનલ જોવા આવશે. જો સભ્યો ફાઈનલ જોવા નહીં આવે તો આ ટિકીટોનું પણ ક્રિકેટ પ્રેમીઓમાં વેચાણ કરવામાં આવશે. ઈંગ્લિશ કાઉન્ટીમાં પણ દર્શકોને આવવાની મંજૂરી આપી શકાય છે. અમે ભારતીય ક્રિકેટ ટીમના ક્વોરન્ટીન સમય ક્યારે પૂર્ણ થાય છે તેની રાહ જોઈ રહ્યાં છે. અમે તેમનું સ્વાગત કરવા તૈયાર છીએ.

ભારતની મહિલા અને પુરુષ ક્રિકેટ ટીમ મુંબઈથી 2 જૂને ઈંગ્લેન્ડ પહોંચશે. અહીં તેઓ 10 દિવસ ક્વોરન્ટીન રહ્યાં બાદ પુરુષ ટીમના 18થી 22 જૂન વચ્ચે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ રમશે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ ભારત રમશે. બીજી તરફ મહિલા ક્રિકેટ ટીમ સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ રમશે.  મહિલા ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસમાં એક ટેસ્ટ મેચની સાથે મર્યાદીત ઓવરોની મેચની સિરિઝમાં પણ ભાગ લેશે.