દિલ્હીની હવાની ગુણવત્તા સુધરતા GRAPનો ચોથો તબક્કો હટાવાયો – જરુરી નિર્માણ કાર્ય સહીત BS-6 વાહનોને પણ મંજૂરી
- દિલ્હીની હવા સુધરી
- કેટલાક પ્રતિબંધો હટાવાશે
દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી હવાનું પ્રદુષણ સ્તર 400ને પાર નોંધાઈ રહ્યું હતુ ,પંજાબ તથા હરિયાણામાં પરાળી સળગાવાની ઘટનાઓને લઈને પુ્રદુષણ લેવલ વધતુ જ જઈ રહ્યું હતું જો કે હવે તેમાં રાહતના સમાચાર સામે આવ્યા છે ,દિલ્હીની હવાનું સ્તર થોડુ સુધરી રહ્યુ છે.
પ્રાપ્ચત વિગત મુજબ હવાની ગુણવત્તા સુધરવાને લઈને દિલ્હી-એનસીઆરના કેન્દ્ર સરકારની એર ક્વોલિટી એજન્સી CAQM એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન ના ચોથા તબક્કાને પાછો પણ ખેંચવાની જાહેરાત કરી છે.
હવાની ગુણવત્તા સુધરતાની સાથે જ આ સાથે, નોન-BS-VI વાહનો અને ટ્રકોને દિલ્હી-એનસીઆરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જરૂરી બાંધકામનું કામ પણ પુરુ કરવાના આદેશ અપાશે. જો કે, પરિસ્થિતિ સુધરી હોવા છતાં, દિલ્હીનો એક્યૂઆઈ હાલ પણ 339 પર છે ,એનસીઆરના નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામની હવા હાલ પણ ખૂબ જ ખરાબ શ્રએણીમાં જોવા મળે છે.
નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ પવનને કારણે રવિવારે હવાના પ્રદૂષણમાં સુધારો થયો હતો. ગ્રેટર નોઈડાનો એર ક્વોલિટી ઈન્ડેક્સરેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં 299 પર આવી ગયો છે. સોમવારે બે પોઈન્ટના વધારા સાથે, AQI ફરી રેડ ઝોનમાં પહોંચી શકે છે. જો કે, AQI સુધર્યા પછી પણ, નોઈડા દેશના ત્રીજા સૌથી પ્રદૂષિત શહેર તરીકે નોંધાયું હતું.
ખરાબ વાતાવરણને લઈને શાળઆઓ પણ બંધ કરવામાં આવી હતી ત્યારે હવે શઆળાઓ પણ 9 તારીખથી ખુલવાની મંજૂરી આપવામાં આવી છે,GRAP પ્રતિબંધોના ચોથા રાઉન્ડને હટાવ્યા બાદ સરકાર સોમવારે દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ ખોલવા અને ઓફિસોમાં 100 ટકા હાજરી ફરીથી લાગુ કરવા માટે નિર્ણય લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.