કોરોના સંકટમાં ફ્રાન્સ પણ ભારતની મદદે- આઠ ઓક્સિજન પ્લાન્ટ સહીત 28 ટન તબીબી સામગ્રી મોકલી
- કોરોના સંટકમાં અનેક દેશ ભારતની મદદે
- ફ્રાંન્સે 8 ઓક્સિજન પ્લાન્ટ સહીત અનેક તબીબી સામગ્રી ભારતને મોકલી
દિલ્હીઃ-સમગ્ર દેશ કોરોના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, આ સંકચની સ્થિતિમાં અનેક દેશો ભારતની બનતી મદદ કરી રહ્યા છએ, ત્યારે આ દીશામાં હવે ફ્રાંસ પણ ભારતની મદદે આવ્યું છે,ફ્રાન્સે રવિવારના રોજ ભારતને કોરોના મહામારી સાથે સંઘર્ષ કરવામાં મદદ માટે આઠ મોટા ઓક્સિજન પ્લાન્ટ સહિત 28 ટન તબીબી પુરવઠો પૂરો પાડ્યો છે. ફ્રાન્સથી લગભગ 17 કરોડથી વધુ કિંમતની આ મદદ નવી દિલ્હી આવી પહોંચી છે. એકતા મિશનના ભાગ રૂપે ફ્રાન્સે આ પ્રથમ સહાય ભારતને મોકલી છે.
આ સમગ્ર બાબતને લઈને ફ્રાન્સના દૂતાવાસે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આઠ પ્લાન્ટમાંથી દરેક પ્લાન્ટ 250 બેડ ધરાવતી હોસ્પિટલોને વર્ષો સુધી 24 કલાક સતત ઓક્સિજન બનાવવામાં સક્ષમ હશે.આ પ્લાન્ટ કુલ 8 હોસ્પિટલોમાં મોકલવામાં આવશે
આ આઠ સ્થળોમાં છ પ્લાન્ટ દિલ્હી, એક પ્લાન્ટ હરિયાણા અને એક તેલંગાણા મોકલવામાં આવશે. ફ્રાંસના રાજદૂત ઈમૈનુએલ લેનિનએ જણાવ્યું હતું કે ફ્રાન્સથી ટૂંક સમયમાં વધુ પુરવઠો ભારકને હજી મોરલવામાં આવશે. આ મહામારી સામે બંને દેશો એક સાથે ઉભા રહેશે. તેમણે કહ્યું હતું કે અમે આ મુશ્કેલ સમયમાં ભારતની સાથે ઉભા છીએ, જેમ ભારત હંમેશા ફ્રાન્સ માટે ઉભું રહ્યું છે.
઼