દિલ્હી:ચીનમાં કોરોનાની બગડતી પરિસ્થિતિ વચ્ચે હવે ફ્રાન્સે પણ ચીનથી આવનારા લોકો પર મુસાફરી પ્રતિબંધ લગાવી દીધો છે.આ પહેલા ભારત અને અમેરિકા સહિત સાતથી વધુ દેશો સમાન પગલા ઉઠાવી ચૂક્યા છે.
હવે ચીનથી ફ્રાન્સ આવતા મુસાફરોએ નેગેટિવ કોવિડ રિપોર્ટ દર્શાવવો પડશે.ફ્રાન્સની મુસાફરી માટે પ્રસ્થાન કરતા 48 કલાક પહેલા મુસાફરો માટે કોવિડ નેગેટિવ રિપોર્ટ દર્શાવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.ફ્રાન્સના આરોગ્ય અને પરિવહન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, ચીનથી સીધી અથવા અન્ય દેશો દ્વારા આવતી તમામ ફ્લાઈટ્સના મુસાફરોએ તેમની સાથે કોવિડ ટેસ્ટ રિપોર્ટ રાખવા પડશે અને માસ્ક પહેરવા પડશે.ખરેખર, ચીનથી ઇટાલી પહોંચેલા બે વિમાનોમાં 100 મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા હતા.આ પછી, વિશ્વભરના દેશોએ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું
આ ઉપરાંત, 1 જાન્યુઆરીથી ચીનથી ફ્રાન્સ આવતા કેટલાક મુસાફરો માટે રેન્ડમ પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવશે, કારણ કે આ પરીક્ષણને ફરજિયાત બનાવવા માટે હજુ થોડો સમય બાકી છે.ફ્રાન્સની સરકારે તેના નાગરિકોને સલાહ આપી છે કે,નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ હાલમાં ચીનની બિન-જરૂરી મુસાફરી ટાળવી જોઈએ.